For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રણમાં બરફ, સાઉદીમાં અબજોપતિઓ માટે બનશે શાનદાર શહેર

12:36 PM May 17, 2024 IST | Bhumika
રણમાં બરફ  સાઉદીમાં અબજોપતિઓ માટે બનશે શાનદાર શહેર
Advertisement

લંડનથી 17 ગણા મોટા શહેરમાં 700 લક્ઝરી વિલા, 500 એપાર્ટમેન્ટ, બે હોટેલ હશે, 6000 લોકો આરામથી રહી શકશે

આરબના રેગિસ્તાન વિસ્તારને નવી રીતે વસાવવા માટે સાઉદી આરબ હવે મન બનાવ્યું છે. સાઉદી આરબે સમુદ્રની નજીક રણમાં એક એવી દુનિયા વસાવશે જે લંડન શહેરથી 17 ગણું મોટું હોય. હાલમાં જ સાઉદી આરબે જૌમુર નામનું રિસોર્ટ ખોલ્યું છે, જે ખાસ કરીને અબજોપતિઓ માટે બનાવવામાં આવ્યું છે. આ રિસોર્ટમાં 6000 લોકો આરામથી રહી શકે છે.

Advertisement

રિસોર્ટ એક વિશાલ મરીનાની આસપાસ બનાવાયો છે જેમાં 700 લક્ઝરી વિલા અને 500 એપાર્ટમેન્ટ હશે. પ્રત્યેક વિલામાં અકાબાની ખાડી નજીક કાંઠા સુધીની પહોંચ અને ક્રુઝ કે બોટ માટે અંગત પાર્કિંગ વ્યવસ્થા હશે. કોમ્પ્લેક્સમાં 350 સુઇટ્સવાળી બે હોટલ પણ હશે, જે સાઉદીના ડ્રીમ પ્રોજેક્ટ નિયોમનો પહેલો ભાગ છે. 500 બિલિયન ડોલરના ખર્ચે પ્રોજેક્ટ થકી રેગિસ્તાનની સૂરત બદલવામાં આવી રહી છે.

ટ્રોઝેના નામના એક પ્રોજેક્ટ થકી એક એવું સ્થાન તૈયાર કરાશે જે 70 ટકા આર્ટીફિશિયલ બરફથી ઢંકાયેલું હશે. એવી આશા છે કે ઈન્ફ્રાસ્ટ્રક્ચરની આ અદ્ભુત કરામત વર્ષ 2026 સુધીમાં તૈયાર થઈ જશે. જેણે લઈને દુનિયભરના પર્યટકો અહીં આવવા લલચાશે. આ આર્ટીફિશિયલ બરફના પ્રોજેક્ટને લાલ સાગરથી લગભગ 48 કિલોમીટર પૂર્વમાં સારાવતની પહાડીઓમાં તૈયાર કરાશે. જે તૈયાર થયા બાદ ત્યાંનું તાપમાન 10 ડિગ્રી ઘટી જશે. સાઉદી આરબ 500 અબજ ડોલરના ખર્ચે તૈયાર નિઓમ મેગાસિટીનો પહેલો હિસ્સો આ વર્ષ સુધી ટુરિસ્ટો માટે ખોલી દેશે. અહીં આવતા ટુરિસ્ટ સિંદલાહમાં તૈયાર થનારા દ્વીપ રિસોર્ટનો અનુભવ કરી શકશે અને અહીં બનાવવામાં આવેલી ભવ્ય હોટલમાં રોકાઈ શકશે. 500 બિલિયન ડોલરનું નિઓમ મેગાસિટી પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનના ડ્રીમ પ્રોજેક્ટ્સમાંથી એક છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement