રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

જિલ્લા આયોજનોમાં ગોકળગાયની ગતિએ કામગીરી વર્ષ 2021-22ની ગ્રાન્ટો પણ હજુ સુધી વપરાઇ નથી

05:10 PM Jul 12, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

સમયાંતરે સમીક્ષા કરવા કલેકટર-ડીડીઓને સરકારની સૂચના, કામો પૂર્ણ કરવાની મુદત લંબાવાઇ

ગુજરાત સરકાર દ્વારા જિલ્લા આયોજન માટેની ગ્રાન્ટની ફાળવણી કર્યા પછી પણ આ ગ્રાન્ટનો ઉપયોગ સમયસર નહીં થતો હોવાનું બહાર આવ્યું છે. વર્ષ 2021 -22 માં વિક્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ 31 માર્ચ 2024 સુધી વાપરવાની મંજૂરી આપવામાં આવી હતી, તે વધારીને 31 ડિસેમ્બર 2024 સુધી કરવામાં આવી છે. જોકે, આ ગ્રાન્ટ ફાળવણી બાદ પણ વપરાશ નહીં થવાના મામલે જિલ્લા આયોજન હેઠળના કામોની સમયાંતરે સમીક્ષા કરવા તમામ જિલ્લા કલેકટર અને ડીડીઓને રાજ્યના સામાન્ય વહીવટી વિભાગ દ્વારા આદેશ કરવામાં આવ્યા છે.

રાજ્યમાં ગોકળગાયની ગતિએ વહીવટ થઈ રહ્યો હોય તેમ જિલ્લા આયોજન કાર્યક્રમ હેઠળ દર વર્ષે જે ગ્રાન્ટ અપાય તે વપરાતી નહીં હોવાથી વારંવાર તે વાપરવાની મુદ્દત સરકારને વધારવી પડે છે. એટલું જ નહીં વર્ષ 2021-22માં વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ હેઠળની ગ્રાન્ટ છેલ્લે 31 માર્ચ-2024 સુધી વાપરવા મંજૂરી અપાઇ હતી. તે વધારીને ડિસેમ્બર-2024 સુધીની કરી છે. તે પછીના વર્ષોની ગ્રાન્ટની પણ એવી જ સ્થિતિ છે.
2022-23 અને 2023-24ની વિકેન્દ્રીત જિલ્લા આયોજન કાર્યક્રમ હેઠળની અનુદાન વાપરવાની મુદત લંબાવવા અંગે સૂચનાઓ જારી કરી છે. આ કાર્યક્રમમાં ભૌગોલિક રીતે પછાત વિસ્તાર, ધારાસભ્યના ફંડની જોગવાઈ, વિકાસશીલ તાલુકા, આપણો તાલુકા વાયબ્રન્ટ તાલુકો વિગેરેનો સમાવેશ થાય છે.

અગાઉ 2023ના વર્ષમાં 2020-21, 2021-22 અને 2022-23ના કામ શરૂૂ કરવાની મુદત 29-2-2024 અને પૂર્ણ કરી ચૂકવવાની મુદત 31-3-2024 નિર્ધારીત કરાઈ હતી. તે ઉપરાંત વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ હેઠળની તમામ યોજનાની વર્ષ 2023-24ની ગ્રાન્ટ કામો લંબાવેલી સમય મર્યાદામાં પૂર્ણ થાય અને ચૂકવણી પણ થઈ જાય તે માટે સમયાંતરે કામગીરીની પ્રગતિની સમીક્ષા કરવા માટે પણ કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી અને સંબંધિત મ્યુનિસિપલ કમિશનરને તાકિદ કરવામાં આવી છે.

રાજ્યના સામાન્ય વહીવટી વિભાગ દ્વારા 2021-22માં ફાળવાયેલી ગ્રાન્ટના કામ પૂર્ણ કરી ચૂકવણી કરવાની મુદ્દત 31-12-2024 સુધી લંબાવવામાં આવી છે. તેવી જ રીતે 2022-23 અને 2023-24ની ગ્રાન્ટનો પૂરો ખર્ચ 31 માર્ચ 2025 સુધી વાપરવા અને તમામ રકમ ન ખર્ચાય તો વણપરાયેલી રકમ સરકારમાં જમા કરાવવી પડશે તેમ પણ જણાવાયું છે.

Tags :
district planning Grantsgujaratgujarat news
Advertisement
Next Article
Advertisement