For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટમાં ગોડાઉનમાંથી રૂા.3.18 લાખના ઇલેક્ટ્રિક વાયરની તસ્કરી

12:34 PM May 16, 2024 IST | Bhumika
રાજકોટમાં ગોડાઉનમાંથી રૂા 3 18 લાખના ઇલેક્ટ્રિક વાયરની તસ્કરી
Advertisement

રાજકોટ શહેરમાં છેલ્લા ઘણા સમયથી ઘરફોડ ચોરીના બનાવો વધવા પામ્યા છે. આ ચોરીના ભેદ ઉકેલવામાં પોલીસ નાકામ રહી છે.છેલ્લા એકાદ મહીનામાં ડઝનેક ઘરફોડ ચોરીના બનાવો પોલીસ ચોપડે નોંધાયા છે. ત્યારે ગાંધીગ્રામ વિસ્તારોમાં વધુ એક ચોરીની ઘટના સામે આવી છે.બનાવની વધુ વિગતો અનુસાર, નિર્મળા રોડ પર લીંબુડી વાડી પાસે મિલન સોસાયટીમાં રહેતા વેપારી વિવેકભાઇ મણીલાલભાઇ દેથરીયા (ઉ.38) એ ફરીયાદમાં જણાવ્યું હતું કે, પોતે રૈયા રોડ હનુમાન મઢી પાસે ઓફીસ અને ગોડાઉન ધરાવે છે. તેમાં ઇલેકટ્રીકને લગતો સામાન રાખી વેપાર કરે છે.

ગઇ તા.14ના રોજ આ ગોડાઉન બંધ કરી ઘરે જતા રહ્યા હતા ત્યારબાદ તા.15ના રોજ સવારે 10 વાગ્યે વેપારી પોતાની ઓફીસ અને ગોડાઉન ગયા ત્યારે ત્યાં સામાન વેરવીખેર હાલતમાં પડયો હતો.ત્યાં અંદર તપાસ કરતા પોલીકેબ કંપનીના અને બોનટોન કંપનીના અલગ અલગ દરનાં અનેક વાયરના બંડલો જોવા મળ્યા નહોતા. જેથી આ બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસ મથકમાં પહોંચી રૂા.3.19 લાખના વાયર ચોરીની ફરીયાદ નોંધાવી હતી. આ મામલે તપાસ કરતા કોઇ તસ્કર દીવાલ કુદી ગોડાઉનમાં પ્રવેશ કરી દરવાજાના નકુચા તોડી ઇલેકટ્રીક વાયરના જથ્થાની ચોરી થયાનું જાણવા મળ્યું હતું.

Advertisement

આ મામલે હાલ ગાંધીગ્રામ પોલીસે ઘટના સ્થળે પહોંચી તસ્કરની ઓળખ મેળવવા સીસીટીવી ફુટેજ જોવા તજવીજ આદરી છે.આ મામલે પોલીસ સુત્રોમાંથી જાણવા મળ્યું હતું કે આ ચોરી અંગે તપાસ કરતા બે તસ્કરો રીક્ષામાં માલસામાન લઇ જતા દેખાયા હતા. હવે પોલીસે રીક્ષા નંબરને આધારે તપાસ શરૂ કરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement