For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જૂના માર્કેટ યાર્ડ પાસે બોલેરોમાં શાકભાજીના કેરેટની આડમાં દારૂની હેરાફેરી: બે પકડાયા

05:27 PM May 15, 2024 IST | Bhumika
જૂના માર્કેટ યાર્ડ પાસે બોલેરોમાં શાકભાજીના કેરેટની આડમાં દારૂની હેરાફેરી  બે પકડાયા
Advertisement

શહેરના જુના માર્કેટ યાર્ડ નજીકથી એલસીબી ઝોન-1ની ટીમે બોલેરોમાં શાકભાજીના કેરેટની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ કરી રૂા.1.85 લાખના દારૂ સાથે બે શખ્સોને ઝડપી પાડી દારૂ અને વાહનો મળી કુલ રૂા.4.98 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો. એલસીબી ઝોન 1ના પીએસઆઈ બીવી બોરીસાગર અને ટીમ વિસ્તાર પેટ્રોલિંગમાં નીકળી હતી દરમિયાન બાતમીના આધારે જૂના માર્કેટિંગ યાર્ડ નજીક વોચ ગોઠવી હતી.

ત્યારે બોલેરોને અટકાવી તલાસી લેતા શાકભાજીના કેરેટમાં છુપાવેલો 216 બોટલ અને ચપલા મળી 1.84 લાખનો વિદેશી દારૂૂ ઝડપી લઇ બુટલેગર વસીમ સિકંદર દારૂૂવાલા (રહે 25 વારિયા ક્વાટર્સ પરા પીપળિયા) અને ઈદ્રીશ ઉર્ફે મયુર અયુબખાન જલવાણી ઉંમર વર્ષ 37 રહે. હાથીખાના શેરી નં.17 વાળાને 4.98 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરી પૂછપરછ હાથ ધરતા દારૂૂ રાજસ્થાનથી ડિલિવરી કરવામાં આવ્યો હતો અને બન્નેએ રાધનપુરથી જયુ નામના શખસ પાસેથી ડીલેવરી લીધાની કબૂલાત આપી હતી. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement