For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જૂનાગઢમાં મંદિરોને નિશાન બનાવતી તસ્કર ત્રિપુટી ઝડપાઈ

12:44 PM Apr 04, 2024 IST | Bhumika
જૂનાગઢમાં મંદિરોને નિશાન બનાવતી તસ્કર ત્રિપુટી ઝડપાઈ
  • રોકડ, બાઈક, મોબાઈલ મળી કુલ રૂા.1.25 લાખનો મુદ્દામાલ કબજે કરતી ક્રાઈમ બ્રાંચ

પોલીસ અધિક્ષક, જૂનાગઢ દ્રારા આવા અનડિટેકટ બનાવો ડિટેકટ કરી આ ચોરીઓમાં ગયેલ ચોર મુદામાલ શોધી કાઢવા સારૂૂ સુચના થયેલ હોય, જે સૂચના સંદર્ભે ક્રાઇમ બ્રાન્યના પી.આઈ જે.જે.પટેલ ના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ તથા પોલીસ કર્મચારીઓની અલગ-અલગ ટીમો બનાવી જે વિસ્તાર તથા ગામમાં ચોરી થયેલ હોય તે બનાવ સ્થળની વિજીટ કરી ટેકનીકલ સોર્સ જેમાં નેત્રમ શાખાના પીએસઆઇ પી.એચ.મશરૂૂ તથા સ્ટાફના માણસો તથા ખાનગી બાતમીદારો મારફતે તપાસ હાથ ધરતા આજરોજ પીએસઆઇ ડી.કે.ઝાલા તથા પેરોલ ફર્લો સ્કોડના સ્ટાફને ચોક્ક્સ બાતમી મળેલ કે. ત્રણ ઇસમો શંકાસ્પદ હાલતમાં મોટરસાયકલ જેનાં રજી.નં. જીજે-11-બીસી-0579 હિરો સ્પલેન્ડર મોટર સાયકલ ઉપર જૂનાગઢ, જોષીપરા, શાંતેશ્વર મંદિરની નજીક આંટા-ફેરા કરે છે અને આજે રાત્રીના ચોરીના કોઇ મોટા બનાવને અંજામ આપવા રહેણાંક મકાન વિસ્તાર તથા મંદિરોની રેકી કરતા હોવાનું જણાય આવે છે. તેવી ચોક્કસ હકિકત શાંતેશ્વર રોડ ઉપર તપાસ કરતા ઉપરોકત વર્ણનવાળા ત્રણ ઇસમો ઉપરોકત હકિકત વાળા નંબરનુ મોટર સાયકલ સાથે ઉભેલ હોવાનું જણાઇ આવતા આ ત્રણેય ઇસમોને મોટર સાયકલ સાથે પકડી પાડી આ ઇસમો પાસે એક કાળા કલરનો થેલો હોય જે થેલામાં જોતા જુદા-જુદા ભારતીય દરની ચલણી નોટો મળી આવેલ તથા આ ત્રણેય ઇસમોની અંગ જડતીમાંથી રોકડા રૂૂપીયા મળી આવેલ. જે રોકડા રૂૂપીયા બાબતે આ ઇસમોની પુછપરછ કરતા ગલ્લા-તલ્લા કરવા લાગતા ગોળ-ગોળ જવાબ આપતા હોય જેથી ત્રણેય ઇસમો પાસેથી મળી આવેલ રોકડા રૂૂપીયા, મોબાઇલ ફોન તથા મોટરસાયકલ શકપડતી મિલ્કત તરીકે સી.આર.પી.સી. કલમ-102 મુજબ કબ્જે કરી આ ત્રણેય ઇસમોને સી.આર.પી.સી. કલમ 41(1)(ડી) મુજબ કાયદેસર અટક કરી આ ત્રણેય આરોપીઓની આગવી ઢબે પુછપરછ કરતા ત્રણેય ઇસમોએ ગઇ તા.29/03/2024 ના રાત્રી દરમ્યાન જૂનાગઢ. માંગનાથ રોડ ઉપર દુકાનમાંથી તેમજ જૂનાગઢ, ખલીલપુર રોડ ઉપર આવેલ સિધ્ધેશ્વર મહાદેવના મંદિરમાં તથા બસ સ્ટેન્ડ પાસે આવેલ દુકાનમાં ચોરી કરેલ, જે યોરીમાં માંગનાથ રોડ ઉપરથી તથા સિધ્ધેશ્વર મંદિરમાંથી રોકડા રૂૂપીયાની ચોરી કરેલ હોવાનું જણાવેલ. કબુલાત આધારે તપાસ કરતા આ બાબતે ત્રણ ગુન્હાઓ રજીસ્ટર થયેલ હોવાનું જણાયેલ. જેથી આ ત્રણેય ઇસમોની આગળની કાર્યવાહી અર્થે બી ડીવીઝન પો.સ્ટે.ને સોંપવામાં આવેલ.પકડાયેલ આરોપીઓના હિતેશ અશોક ગોરડ ઉવ.21 રહે.જોષીપરા, શાકમાર્કેટ, જૂનાગઢ વાળા પાસેથી પોલીસે રોકડા રૂૂપીયા 5000 કબજે કર્યા હતા તેમજ બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ અલગ ચાર જેટલા ગુનાઓ આચર્યા હતા શ્યામ જસા ઉભડીયા ઉવ.20 રહે. શાંતેશ્વર, પારસ પાનવાળી શેરી, જોષીપરા તેની પાસેથી પણ પોલીસે રોકડા રૂૂપીયા 5000 કબજે કર્યા હતા તેમજ તેમણે શહેરના બી ડીવીઝન પોલીસ સ્ટેશન અને રાજકોટ શહેર, ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુનાઓ આચરેલા હોવાનું ખુલ્યું હતું પ્રકાશ સવજી ભુતીયા ઉવ.21 રહે. શાંતેશ્વર, પારસ પાનવાળી શેરી, જોષીપરા વાળા પાસેથી રોકડા રૂૂપીયા 4400. પોલીસે જપ્ત કરેલ આ ઉપરાંત આ ઈ સમયે શહેરના બી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુનો આચારેલ હોવાનું કબૂલ્યું હતું. આ ઝડપાયેલી ત્રિપુટીની અંગજડતી તથા થેલામાંથી રોકડા રૂૂપીયા 55,707 મળી આવેલ તેમજ મોબાઇલ ફોન-4 કિ.રૂા.40,000. હિરો મો.સા.-1 કિ.રૂા.30,000 મળી કુલ 1,25,707. નો મુદ્દામાલ પોલીસે જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement