For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સ્મૃતિ મંધાનાની વિસ્ફોટક સદી સાથે ભારતનો સાઉથ આફ્રિકા સામે 143 રનથી શાનદાર વિજય

12:15 PM Jun 17, 2024 IST | admin
સ્મૃતિ મંધાનાની વિસ્ફોટક સદી સાથે ભારતનો સાઉથ આફ્રિકા સામે 143 રનથી શાનદાર વિજય

આશા શોભનાની ચાર અને દિપ્તી શર્માની બે વિકેટ

Advertisement

ભારતની સ્ટાર બેટ્સમેન સ્મૃતિ મંધાનાએ દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ વનડેમાં સદી ફટકારી હતી. બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી ત્રણ મેચની ઘઉઈં શ્રેણીની પ્રથમ મેચમાં, મંધાનાએ 116 બોલમાં તેની ઘઉઈં કારકિર્દીની છઠ્ઠી સદી અને તેની સમગ્ર આંતરરાષ્ટ્રીય કારકિર્દીની સાતમી સદી ફટકારી હતી. તેની ઈનિંગને કારણે એક સમયે 99 રન પર પાંચ વિકેટ ગુમાવી ચૂકેલી ટીમ ઈન્ડિયાએ 265 રન બનાવ્યા હતા. મંધાનાએ 127 બોલમાં 12 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 117 રનની ઇનિંગ રમી હતી. આ સમયગાળા દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 92.13 હતો. મંધાનાની ઇનિંગની મદદથી ભારતે 50 ઓવરમાં આઠ વિકેટ ગુમાવીને 265 રન બનાવ્યા હતા. જવાબમાં દક્ષિણ આફ્રિકા 37.4 ઓવરમાં 122 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. ભારતે પ્રથમ વનડે 143 રનથી જીતીને ત્રણ મેચની શ્રેણીમાં 1-0ની લીડ મેળવી હતી. આગામી મેચ 19 જૂને ચિન્નાસ્વામી ખાતે રમાશે. મંધાનાને પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવી હતી. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા આવેલી

ભારતીય ટીમની શરૂૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. શેફાલી વર્મા સાત રન બનાવીને આઉટ થઈ હતી, દયાલન હેમલતા 12 રન બનાવીને, કેપ્ટન હરમનપ્રીત કૌર 10 રન બનાવીને, જેમિમાહ રોડ્રિગ્સ 17 રન બનાવીને અને વિકેટકીપર રિચા ઘોષ ત્રણ રન બનાવીને આઉટ થઈ હતી. આ પછી મંધાનાએ દીપ્તિ શર્મા સાથે મળીને છઠ્ઠી વિકેટ માટે 81 રનની ભાગીદારી કરી હતી. દીપ્તિ 48 બોલમાં ત્રણ ચોગ્ગાની મદદથી 37 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. 266 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી દક્ષિણ આફ્રિકાની ટીમ તરફથી સુને લુસે સૌથી વધુ રન બનાવ્યા હતા. તેણે 33 રન બનાવ્યા હતા. જ્યારે મેરિજેન કેપે 24 અને સિનાલો જાફતાએ 27 રન બનાવ્યા હતા. કેપ્ટન એલ વોલ્વાર્ડ ચાર રન બનાવીને આઉટ થયો હતો, તાજમીન બ્રિટ્સ 18 રન બનાવીને આઉટ થયો હતો, એન્નેકે બોશ પાંચ રન બનાવીને, એનીરી ડર્કસેન એક રન બનાવીને અને નોન્ડુમિસો આઠ રન બનાવીને આઉટ થયો હતો. મસાબતા ક્લાસ એક રન બનાવી શક્યો હતો. માલાબા અને ખાકા ખાતું પણ ખોલી શક્યા નથી. ભારત તરફથી આશા શોભનાએ ચાર વિકેટ ઝડપી હતી. જ્યારે દીપ્તિ શર્માને બે વિકેટ મળી હતી. રેણુકા ઠાકુર, પૂજા વસ્ત્રાકર અને રાધા યાદવને એક-એક વિકેટ મળી હતી.

Advertisement

સ્મૃતિના ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 7000 રન પૂરા

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર બેટ્સમેન સ્મૃતિ મંધાનાએ આફ્રિકા સામેે ધૂમ મચાવી હતી. તેણે દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ વનડે મેચમાં શાનદાર સદી ફટકારી હતી. ઓપનર તરીકે આવેલી સ્મૃતિ મંધાનાએ બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં 127 બોલમાં 117 રન બનાવ્યા હતા. તેના બેટમાંથી 12 ચોગ્ગા અને 1 છગ્ગો આવ્યો હતો. મંધાનાએ તેની ઓડીઆઇ કારકિર્દીની છઠ્ઠી સદી ફટકારી છે અને 11 વર્ષથી ચાલી રહેલા દુષ્કાળનો પણ અંત કર્યો છે. સ્મૃતિ મંધાનાએ ભારતની ધરતી પર પ્રથમ આંતરરાષ્ટ્રીય સદી ફટકારી છે. મંધાનાએ વધુ એક ચમત્કાર કર્યો છે. તેણે સાત હજાર આંતરરાષ્ટ્રીય રન પૂરા કર્યા છે. તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 7000 કે તેથી વધુ રન બનાવનારી બીજી ભારતીય મહિલા ખેલાડી છે. મિતાલી રાજે (10868) તેના કરતા વધુ રન બનાવ્યા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement