સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ક્રાઇમગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકઈ પેપર
Advertisement

ભાવનગરમાં SMCનો દરોડો: 35 લાખના વિદેશી દારૂ ભરેલા ટ્રક સાથે ડ્રાઇવર ઝડપાયો

01:53 PM Jun 26, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

ભાવનગર શહેરમાં સ્ટેટ મોનિટરિંગ સેલે નારી ચોકડીથી સિદસર રોડ પરથી રૂૂા. 35,47,200ની કિંમતની 19356 વિદેશી દારૂૂની બોટલો મોટો જથ્થો ઝડપી લીધો છે. દારૂૂનો આ જથ્થો સંજયસિંહ ઉર્ફે ભાણુભા અને કુમારસિંહ ગોહિલે પંજાબથી મંગાવ્યો હતો.

પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર શહેરના અલગ અલગ વિસ્તારમાં દારૂૂનું વેચાણ રોકટોક વગર થઈ રહ્યું છે. ત્યારે સ્ટેટ મોનીટરીંગ સેલે ભાવનગરના નારી ચોકડીથી સિદસર તરફના રોડ પર સીતારામ આઇમાતા હોટલના કમ્પાઉન્ડમાં એક ટ્રકમાં જંગી માત્રામાં દારૂૂનો જથ્થો લાવવામાં આવી રહ્યો છે તેવી બાતમી ને આધારે એસ.એમ.સી.ના પી.એસ. આઇ. સીહોન સહિતના કાફલાએ વોંચ ગોઠવી દારૂૂ ભરીને આવેલા ટ્રકને ઝડપી પાડ્યો હતો. ટ્રકની ઝડતી લેવામાં આવતાં તેમાંથી રૂૂા.35,47,200ની કિંમતની વિદેશી દારૂૂની 19 હજાર બોટલ મળી આવતાં પોલીસે બે મોબાઇલ અને ટ્રક સહિત 55,57,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

પોલીસ ટ્રક ડ્રાઇવર બલવંતસિંહ દીલબાગસિંહની ધરપકડ કરી તેની આગવી રીતે પૂછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે, દારૂૂનો જથ્થો જયપુરમાં રહેતા કાલુ નીલ ભાખોદરાએ મોકલ્યો હતો અને દારૂૂનો જથ્થો સંજયસિંહ ઉર્ફે ભાણુભા સહદેવસિંહ સરવૈયા અને કુમારસિંહ ઉર્ફે દીગપાલસિંહ ગોહીલે મગાવ્યો છે .એટલે પોલીસે આ બન્ને શખ્સને ફરાર જાહેર કરી તેની શોધખોળ હાથ ધરી છે. દારૂૂના પ્રકરણ માં અનિલ ઉર્ફે પાણીયો જગદીશ પંડ્યા (રહે.રાજસ્થાન)ની સંડોવણી સપાટી પર આવતાં પોલીસે આ શખ્સની પણ શોધખોળ હાથ ધરી છે. તપાસમાં બે મોબાઇલ નંબર મળી આવ્યાં હતા જે બન્ને મોબાઇલ ધારકની પણ આ પ્રકારણમાં સંડોવણી સપાટી પર આવતાં પોલીસે તે બન્ને આરોપીને પણ ફરાર જાહેર કરી તેને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

Tags :
bhavnagarbhavnagar newsgujaratgujarat newsSMC raid
Advertisement
Next Article
Advertisement