For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજ્યમાંથી એકલા SMCએ અધધ... 19.97 કરોડનો વિદેશી દારૂ પકડ્યો

12:01 PM Jan 02, 2024 IST | Sejal barot
રાજ્યમાંથી એકલા smcએ અધધ    19 97 કરોડનો વિદેશી દારૂ પકડ્યો

ગુજરાતમાં દારૂૂબંધી હોવા છતાં પણ કેટલા પ્રમાણમાં દારૂૂની હેરાફેરી થઈ રહી છે અને દારૂૂની હેરાફેરી પાછળ કેવડું મોટું નેટવર્ક પણ સક્રિય છે. ગુજરાત એ ગાંધીનો દેશ છે અને તેને કારણે જ ગુજરાતમાં દારૂૂ પીવા અને વેચવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. જો કોઈ વ્યક્તિ ગુજરાતમાં દારૂૂ પીતા પકડાય તો પોલીસ તેના પર કાર્યવાહી કરતી હોય છે.
એક તરફ જ્યારે સરકાર ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં દારૂૂ પર છૂટછાટ આપે છે તો બીજી તરફ તેનો રાજ્યભરમાં વિરોધ પણ થાય છે, પરંતુ આ તમામ વાતોની વચ્ચે પોલીસે દારૂૂની હેરાફેરી રોકવા માટે જે કાર્યવાહી કરેલી છે તેના આંકડાઓ ખૂબ ચોકાવનારા આવ્યા છે. જો ગુજરાતમાં દારૂૂબંધી હોય તો કદાચ છાને ખૂણે દારૂૂનો નાનો-મોટા જથ્થાની હેરાફેરી થાય તે માની શકાય પરંતુ જો ગુજરાતમાં છેલ્લા એક વર્ષમાં કરોડો રૂૂપિયાની દારૂૂની હેરાફેરી થતી હોય તો આ વાત માનવામાં નથી આવતી પરંતુ હકીકત છે. સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા વિતેલા વર્ષ 2023માં 374 કેસ શોધીકાઢી 19.97 કરોડનો વિદેશીદારૂનો જંગી જથ્થો ઝડપી લીધો છે જ્યારે કુલ મુદ્દામાલ 39.75 કરોડનો જપ્ત કરવામાં આવ્યો છે.
રાજ્યભરમાં દારૂૂની હેરાફેરી અને જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા માટે સ્ટેટ મોનીટરીંગ સેલ એટલે કે વિજિલન્સ પોલીસ કાર્યરત હોય છે અને તેણે સમગ્ર ગુજરાતમાં આ પ્રમાણેની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અટકાવવાની જવાબદારીઓ હોય છે. ત્યારે આ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા વર્ષ 2023 માં ગુજરાત રાજ્યમાં દારૂૂની હેરાફેરી અટકાવવા માટે ખુબ સરસ કામગીરી કરી છે. તેના જ પરિણામે રાજ્યમાં ખૂબ મોટી સંખ્યામાં દારૂૂનો જથ્થો પકડાયો છે.
સામાન્ય રીતે ગુજરાતને રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની ત્રણ બોર્ડર જોડાય છે અને આ ત્રણ રાજ્યમાંથી મોટાભાગે દારૂૂનો જથ્થો ગુજરાતમાં આવે છે. મહત્વનું છે કે અત્યાર સુધી ગુજરાતના નામચીન મોટા ચાર થી પાંચ બુટલેગરો કે જેમણે સમગ્ર ગુજરાતના અલગ અલગ વિસ્તારોને દારૂૂ સપ્લાય માટે વહેંચી લીધા હતા, પરંતુ સ્ટેટિંગ સેલની ટીમ દ્વારા આ તમામ બુટલેગરોને પકડી પાડવામાં આવ્યા છે. ત્યારે હવે અલગ અલગ નાના બુટલેગરો ફરી સક્રિય થઈને ગુજરાતમાં અલગ અલગ રસ્તાઓ પરથી દારૂૂ ઘુસાડી રહ્યા છે.
અત્યાર સુધી રાજસ્થાન, મહારાષ્ટ્ર કે મધ્યપ્રદેશ થી જે દારૂૂનો જથ્થો ગુજરાતમાં આવતો તેને અલગ અલગ ટેંકરો દ્વારા અથવા તો મોટા ટ્રકમાં ગુજરાતમાં લઈ આવવામાં આવતો હતો. કોઈપણ ચીજ વસ્તુની આડમાં ટ્રકોમાં ગુજરાતમાં દારૂૂની હેરાફેરીઓ કરવામાં આવતી હતી. જે બાદ દૂધ, પાણી કે કેમિકલના ટેન્કરમાં ભરીને દારૂૂનો જથ્થો ગુજરાતમાં લવાતો હતો પરંતુ જે રીતે ચેકપોસ્ટ અને અન્ય જગ્યાઓ પર પોલીસની ચેકિંગ વધતા હવે પોલીસથી બચવા નવા નવા રસ્તાઓ અપનાવી લીધા છે. હવે બોર્ડર થી લક્ઝુરીયસ કારમાં ગુજરાતમાં દારૂૂ પ્રવેશવામાં આવે છે.
ખાસ કરીને દારૂૂનો જથ્થો ભરવામાં આવે છે અને તેને ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓથી બોર્ડર પાર કરાવવામાં આવે છે. 3 થી 4 અલગ અલગ કારમાં દારૂૂનો જથ્થો ભરીને દસ પંદર કિલોમીટરના અંતરે આ કારને રવાના કરવામાં આવે છે. જો પોલીસ કોઈ એક કારને પકડે તો અન્ય પાછળની તમામ કારોને અન્ય રસ્તાઓ પર ડાયવર્ટ કરી દેવામાં આવે છે.
વર્ષ 2023 માં ગુજરાત રાજ્યમાંથી જાન્યુઆરી વર્ષ સુધીમાં એટલે કે સમગ્ર વર્ષ દરમિયાન કુલ 466 કેસ કરવામાં આવ્યા છે. જેમાં 19 કરોડથી પણ વધુનો દારૂૂનો જથ્થો મળી 39 કરોડથી પણ વધુનો મુદ્દામાલ કબ્જે કરાયો છે. જોકે વર્ષ 2022 માં એસએમસી દ્વારા 10 કરોડથી વધુનો દારૂૂ પકડી પાડ્યો હતો, જે આ વર્ષે ડબલ દારૂૂનો જથ્થો પકડી પાડ્યા હોવાનું માની શકાય છે.
આ ઉપરાંત સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા 2023માં રાજ્યભરમાં જૂગારના ગણનાપાત્ર 139 કેસ શોધી કાઢી 73.96.512ની રોકડ રકમ મળી કુલ 3.52.86.221નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. 2022માં જુગારના ગણનાપાત્ર કેસ 115 શોધી કાઢી 63.74 લાખની રોકડ સાથે 2.69 કરોડનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement