For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

દાણાપીઠમાં બોલેરો દૂર લેવાનું કહી ચાલક ઉપર પિતા-પુત્ર સહિત છ શખ્સોનો હુમલો

04:32 PM May 14, 2024 IST | Bhumika
દાણાપીઠમાં બોલેરો દૂર લેવાનું કહી ચાલક ઉપર પિતા પુત્ર સહિત છ શખ્સોનો હુમલો
Advertisement

શહેરના દાણાપીઠમાં માલખાલી કરવા આવેલા બોલેરો ચાલક ઉપર ભરવાડ પિતા-પુત્ર સહિત છ સખ્સોએ બોલેરો દૂર લેવાનું કહી ઝઘડો કરી હુમલો કર્યો હતો. જેમાં બોલેરો ચાલકને ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે. આ બનાવનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ અંગે એ ડિવિઝન પોલીસે હોસ્પિટલે દોડી જઈ વધુ તપાસ હાથ ધરી છે.

જાણવા મળતી વિગત મુજબ કુવાડવા ગામે હુડકો ક્વાર્ટરમાં રહેતો અને બોલેરો ચલાવતો સન્ની વાઘજીભાઈ સુરેલા ઉ.વ.24 નામનો યુવાન આજે સવારે પોતાની બોલેરોમાં ખાંડ ભરી દાણાપીઠમાં ખાલી કરવા માટે આવ્યો હતો., દરમિયાન ચના ભરવાડે બોલેરો દૂર લેવાનું કહેતા તેણે "ખાંડ ખાલી કરી લઉ પછી લઈ લઈશ’ તેમ કહેતા ચના ભરવાડ તેના બે પુત્ર અને અજાણ્યા ત્રણ શખ્સોએ ઝઘડો કરી જેકની ટોની અને હાથમાં પહેરેલા કડા વડે હુમલો કરતા બોલેરો ચાલક સન્નીને માથામાં ઈજા થતાં લોહીલુહાણ થઈ ગયો હતો. જેથી તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી એ ડિવિજન પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલે દોડી જઈ ઈજાગ્રસ્ત યુવાનનું નિવેદન નોંધવા તજવીજ હાથ ધરી છે. બીજીતરફ દાણાપીઠમાં જાહેરમાં હુમલાની ઘનટાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. મારામારીના પગલે ઘટના સ્થળે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતાં. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

મકાનના ભાગ બાબતે કાકી ઉપર ભત્રીજાનો હુમલો
શહેરના કોઠારિયા રોડ પર આશાપુરા નગર શેરી નં. 3માં રહેતા રીટાબેન અતુલભાઈ રાઠોડ ઉ.વ.38 નામના મહિલા આજે સવારે ઘરે હતા ત્યારે તેના ભત્રીજા મનોજે મકાનના ભાગ બાબતે ઝઘડો કરી પથ્થર વડે માર મારતા તેમને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement