For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કોલકી ગામે જુગાર રમતા છ શખ્સો ઝડપાયા: રૂા.45 હજારનો મુદ્દામાલ જપ્ત

11:52 AM Dec 20, 2023 IST | Sejal barot
કોલકી ગામે જુગાર રમતા છ શખ્સો ઝડપાયા  રૂા 45 હજારનો મુદ્દામાલ જપ્ત

ઉપલેટાના કોલકી ગામે ગધેથડ માર્ગ પર ખારી નામે ઓળખાતી વાડી નજીક સીમ અંકિત ઉર્ફે અંકો રમેશભાઈ કણસાગરાની વાડીના શેઢે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે જુગાર પર રેઇડ મારી જુગાર રમતા છ શખ્સોને ઝડપી રૂૂ.45 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
ઉપલેટા પોલીસના સ્ટાફના હેડ કોન્સ્ટેબલ પી.જે.રાણા અને સ્ટાફે જુગાર પર દરોડો પાડી જુગાર રમતા અંકિત ઉર્ફે અંકો રમેષભાઈ કણસાગરા,અક્ષ્વીનભાઇ ઉર્ફે કાલી પરસોતમભાઈ ભેસદળીયા જાતે પટેલ ઉ.વ.47 ધંધો ખેતી રહે.કોલકીગામ વાછાણીચોક તા-ઉપલેટા,દીનેશભાઇ જેઠાભાઇ ચણીયારા જાતે પટેલ ઉ.વ.57 ધંધો ખેતી રહે.કોલકીગામ ગૌ શાળા ચોક તા-ઉપલેટા,નિલેશભાઇ જસમતભાઇ જેતાણી જાતે પટેલ ઉ.વ.47 ધંધો.ખેતી રહે. કોલકીગામ ગોધાણી ચોક તા.ઉપલેટા,શૈલેષભાઇ ઉર્ફે શેટી રતુભાઇ માણસોરીયા જાતે પટેલ ઉ.વ.56 ધંધો.ખેતી રહે.ભાયાવદર હાઉસિંગ સોસાયટી સરકારી દવાખાના સામે તા.ઉપલેટા અને મુકેશભાઇ નાનુભાઇ ઉનડકટ જાતે લુવાણા ઉ.વ.55 ધંધો.વેપાર રહે.ભાયાવદર બ્રાહમણ શેરી સોની સમાજ પાસે તા.ઉપલેટાને પકડી રૂૂ.45,500નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement