For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કચ્છમાં બે કરોડની કેશ ભરેલી વાન લૂંટમાં બે કર્મચારી સહિત છ ઝડપાયા

06:12 PM Jan 13, 2024 IST | Bhumika
કચ્છમાં બે કરોડની કેશ ભરેલી વાન લૂંટમાં બે કર્મચારી સહિત છ ઝડપાયા

કચ્છમાં ગઈકાલે રૂા. 2.13 કરોડની રોકડ ભરેલી વાન લુંટવાના પ્રકરણમાં બે કર્મચારી સહિત છ શખ્સોને પોલીસે ઝડપી લીધા છે. એટીએમમાં કેસલોડ કરવા જતાં બે કર્મચારીઓએ જ સાગરીતો સાથે મળી લુંટનો પ્લાન ઘડ્યો હતો અને ડુબ્લીકેટ ચાવી બનાવી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

Advertisement

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ હિટાચી કેસ મેનેજમેન્ટ પ્રા.લી. નામની કંપની બેંકમાંથી રૂા. પોતાની કંપનીની કેસવાનમાં લોડ કરી અલગ અલગ એટીએમમાં રૂા. નાખવાનું કામ કરે છે. કંપનીના કસ્ટોડિયન કર્મચારીઓ એસબીઆઈ બેંક, બેન્કીંગ સર્કલ ગાંધીધામ પાસેથી કંપનીની કેસવાન લોડ કરી જતા હતા ત્યારે ગાંધીધામ પાસે ચા-નાસ્તો કરવા માટે ઉભા રહ્યા હતાં. તે દરમિયાન અજાણ્યા શખ્સો ડુપ્લિકેટ ચાવી લગાડી રૂા. 2.13 કરોડની રોકડ ભરેલી કેસવાન લઈ નાશી છુટ્યા હતાં. આ ઘટનાની જાણ થતા પોલીસ અને કંપનીના કર્મચારીઓએ લુંટારુઓનો પીછો કર્યો હતો. મીઠીરોહર ગામ પાસે પહોંચતા લુંટારુઓ રોકડ ભરેલી કેસવાન મુકી નાશી છુટ્યા હતાં. પોલીસે કેશવાનનો કબ્જો લઈ અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધ્યો હતો. તપાસ દરમિયાન પોલીસે આરોપી રાહુલ રામજી સંજોટ, વિવેક ઉર્ફે વિવાન રામજીભાઈ સંજોટ, દિનેશ વેલજીભાઈ ફફલ, રાહુલ હિરજીભાઈ બારોટ, નીતિન ગોપાલભાઈ ગજરા અને ગૌતમ પ્રકાશભાઈ વિંજોડાને ઝડપી લીધા હતાં. પોલીસે રોકડ, કેસવાન, 6 મોબાઈલ અને બે કાર મળી 2,23,35,500નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
પ્રાથમિક પુછપરછમાં આરોપી વિવેક ઉર્ફે વિવાન અને નીતિન ગજરા હિટાચી કેસ મેનેજમેન્ટ સર્વિસ પ્રાલીમાં કસ્ટોડિયન તરીકે ફરજ બજાવતા હતાં. બન્ને શખ્સોએ દોઢ માસ પહેલા પ્લાન બનાવ્યો હતો. પરંતુ બન્ને આરોપીની ટ્રાન્સફર કરવામાં આવતા બન્ને આરોપી ગૌતમ વિંજોડા ઓરિજનલ ચાવી આપી ડુપ્લીકેટ ચાવી બનાવી લુંટને અંજામ આપ્યો હોવાનું જાણવા મળ્યું છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement