સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ક્રાઇમગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકઈ પેપર
Advertisement

ઉપલેટામાં ચાર બાળકોના મોત બાદ છ ઉદ્યોગો કરાયા સીલ

12:06 PM Jun 25, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

એક અઠવાડિયા પહેલા ઉપલેટા ના ત્તણસવા રોડ ઉપર આવેલા કારખાનામાં કામ કરતા પર પ્રાંતીય મજૂરોના ચાર બાળકોને કોઈ કારણોસર જાડા ઉલટી નો રોગ લાગુ પડતા તેઓના સારવાર દરમિયાન મોત થયેલા હતા આ બનાવના ઘેરા પડઘા પડતા વહીવટી તંત્ર ના રાજકોટના આરોગ્ય અધિકારી ડેપ્યુટી કલેક્ટર કલેક્ટર સહિતના અધિકારીઓએ આ વિસ્તારની મુલાકાત લીધી હતી અને તમામ કારખાનાઓનું ચેકિંગ કરી ત્યાં રહેલા મજૂરોને ચેક કરી તેઓને સારવાર ની જરૂૂર હતી તેઓને સારવાર આપેલી હતી. આમ છતાં આ બાબતને ગંભીર ગણિ વધુ રોગચાડો ન ફેલાય તે માટે રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રણવ જોશી દ્વારા ગણોદ અને તણસવા વચ્ચેના 10 કિલોમીટરના વિસ્તારને ગંભીર રોગ વાળો જોન જાહેર કરી આ વિસ્તારને ગંભીર રોગ ચડા વાળો વિસ્તાર ગણિ જાહેરનામુ બહાર પાડી અને તેમની અમલવારી માટે ઉપલેટા મામલતદારની નિયુક્તિ કરેલી હતી
આ જાહેરનામા બાદ તંત્ર એક્શનમાં આવેલો હતો અને ગઈકાલે ઉપલેટા મામલતદાર તનવાણી દ્વારા આ વિસ્તારમાં આવેલ સંસ્કાર પોલીમર્સ અર્ચન હીરા મોતી આશ્રય ઘનશ્યામ પોલીમર્સ ખોડીયાર પોલ ફેક્ટરી એમ ગણોદ અને તણસવા વચ્ચે આવેલ છ ઉદ્યોગિક એકમોને સીલ કરલે હતા

Tags :
gujaratgujarat newsindustries sealedUpaletaUpaleta news
Advertisement
Next Article
Advertisement