For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગોંડલના દેરડીના એક પરિવારના પાંચ સહિત છનાં અકસ્માતમા મોત

12:47 PM Jun 05, 2024 IST | Bhumika
ગોંડલના દેરડીના એક પરિવારના પાંચ સહિત છનાં અકસ્માતમા મોત
Advertisement

કચ્છના મોમાઈમોરા દર્શનને જતાં ટ્રક અને ઇકો વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં છ સભ્યો કાળનો કોળિયો બન્યા: ત્રણને ઇજા

ગોંડલ તાલુકાના દેરડી ગામેથી રાપરના મોમાયમોરા માતાજીના દર્શનાર્થે આવેલા પરિવારને અકસ્કમાત નડયો હતો કચ્છના ભચાઉના લાકડીયા નજીકના ધોરીમાર્ગ પર ગઈ કાલે મંગળવારે સાંજે ટ્રક (ટ્રેલર) અને ઇક્કો કાર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. જેમાં 6 લોકોના મોત નિપજ્યા હતા જ્યારે 3 લોકો ગંભીર ઈજા થવા પામી હતી ઘટનાને પગલે હાઈવે પર લોકોની ભારે ભીડ એકઠી થઈ જવા પામી હતી અને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

Advertisement

ગોંડલ તાલુકાના દેરડી કુંભાજી ગામના ભાવેશભાઈ દેવશીભાઈ ખાત્રા પરિવારના નવ લોકો પોતાની ઈકો કારમાં રાપરના મોમાયમોરા મોડા ગામે આવેલા મોમાય માતાજીના મંદિરે દર્શનાર્થે આવ્યા હતા. બપોરે તેઓ દર્શન કરી રાજકોટ તરફ જવા પરત ફરી રહ્યા હતા.તેઓ લાકડિયા બ્રિજ પર જૂના કટારિયા ચોકડી તરફના કટ પાસે પહોંચ્યા ત્યારે કટમાંથી પૂરઝડપે ટ્રેલરચાલકે પોતાનું વાહન રાધનપુર તરફ જવા વાળ્યું હતું અને ત્યાં પહોંચેલી ઈકો કારમાં અથડાઈ હતી.

સામસામી થયેલી જોરદાર ટક્કરથી ઈકો કારમાં સવાર 48 વર્ષીય ભાવેશભાઈ દેવશીભાઈ ખાત્રા, તેમના 45 વર્ષીય પત્ની ભાવનાબેન ભાવેશભાઈ ખાત્રા, તેમનો 14 વર્ષીય પુત્ર રુદ્રકુમાર ભાવેશભાઈ ખાત્રા, ભાવેશભાઈના 40 વર્ષીય બહેન સોનલબેન અમિતભાઈ ગોરસિયા, ભાવેશભાઈના 60 વર્ષીય ફઈ અંબાબેન દેવજીભાઇ વઘાસિયા અને ઈકો કારના 46 વર્ષીય ચાલક બહાદુરભાઈ કાળુભાઈ ફુદડના ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા. જ્યારે 18 વર્ષીય વેદકુમાર ભાવેશભાઈ ખાત્રા, 12 વર્ષીય ગ્રંથકુમાર અમિતભાઈ ગોરસિયા અને 20 વર્ષીય વિધિશા પ્રવીણભાઈ ખાત્રાને ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે ગાંધીધામ તથા ભુજ લઇ જવાયા હતા.

આ ઘટનાની જાણ થતાં જ લાકડિયા પીઆઈ આર.આર. વસાવા ટીમ સાથે ધસી ગયા હતા. તો આસપાસ હાજર લોકોએ ઈજાગ્રસ્તોને બહાર કાઢવાની કામગીરી કરી હતી. બપોરે લાકડિયા નજીક જૂના કટારિયા ઓવરબ્રિજ પર ઈકો કાર અને ટ્રેલર વચ્ચે સામસામી ટક્કર થઈ હતી.

સમ્રગ ગામ શોકમય બન્યું: ગ્રામજનોએ ધંધારોજગાર બંધ રાખ્યા

અકસ્માતની આ ગોઝારી ઘટનાને લઈના મૃતકોની સ્મશાન યાત્રા નિકળે એ પહેલા આજે વહેલી સવારથી જ ગ્રામજનોમાં પણ શોકનું મોજુ ફરી વૈયું હતું અને ગ્રામજનોએ પોતાના ધંધા રોજગાર સજ્જડ બંધ રાખીને શોક વ્યક્ત કર્યો હતો. આ ઘટનાને પગલે ગોંડલના નાનાએવા દરેડી કુંભાજી ગામે ગામજનોમાં ભારે શોક વ્યાપી ગયો હતો તમામ મૃતકોની અકે સાથે અંતીમ યાત્રા નિકળી ત્યારે સમ્રગ ગામ હિબકે ચડયું હતુ.

ઈજાગ્રસ્ત વૈદ ખાતરા રાજકોટ મોદી સ્કૂલનો :નીટનો ટોપર છાત્ર
અકસ્માતની ઘટનાનો ભોગ બનેલ અને હાલમાં ભૂજ હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા વૈદ ભાવેશભાઈ ખાતરાએ માતા,પિતા,નાનાબાઈ સહિતના લોકોની છત્રછાયા ગુમાવી છે.ત્યારે વૈદ ખાતરા રાજકોટની મોદી સ્કૂલમાં અભ્યાસ કરતો હતો.અને તેમણે આપેલ નીટની પરિક્ષામાં 720 માર્કસમાંથી 691 માર્કસ મેળવીને ઉતીર્ણ થયો હતો આ સાથે જ ખાતરા પરિવાર અને દેરડી(કુંભાજી) ગામનું ગૌરવ વધાર્યુ હતું.તો બીજી તરફ વૈદને નીટમાં ટોપ નંબરના સારા માર્કસ પ્રાપ્ત થતા તેમના પરિવારજનો કચ્છમાં પોતાના કુળદેવી શ્રી મોમાઈ માતાજી મંદિરે દર્શનાર્થે ગયા હતા.બાદમાં પરત ફરતી વેળાએ અકસ્માતનો ભોગ બન્યા હતા.જેમને લઈને ગ્રામજનોમાં શોક વ્યાપી જવા પામ્યો હતો.

Advertisement
Tags :
Advertisement
Advertisement