For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

શ્રી રામનાથ મહાદેવ મંદિરે સોમવતી અમાશે ભાવિકો ઊમટ્યાં

06:01 PM Apr 08, 2024 IST | Bhumika
શ્રી રામનાથ મહાદેવ મંદિરે સોમવતી અમાશે ભાવિકો ઊમટ્યાં
  • ચાર મુખી ઘીનો દિવો કરવા ભાવિકોની પડાપડી
  • દૂધ, દહીં, મધના શિવાભિષેક માટે ભક્તોમાં ગજબની શ્રદ્ધા

આજે સોમવતી અમાષના પાવન દિવસે શહેરના શિવાલયોમાં ભક્તોના ઘોડાપૂર જોવા મળ્યા હતાં. સોમવારે આવતી અમાષને સોમવતી અમાષ ગણવામાં આવે છે દેવાધિદેવને ભજવા ભાવિકો શાસ્ત્રોમાં બનાવેલી નિષ્ણાંત શાસ્ત્રીઓએ દર્શાવેલી પૂજાવીધી કરીને ધન્યતા અનુભવે છે આજે શહેરના શ્રી રામનાથ મહાદેવ મંદિરે સેંકડો ભક્તો સવારથી જ ઉમટી પડ્યા હતાં. શ્રધ્ધાળુઓની એવી આસ્થા આજે સાંભળવા મળી હતી કે સોમવતી અમાષના દિવસે કાચા દૂધમાં દહી અને મધનું મિશ્રણ કરી મધદેવનો અભિષેક કરવાથી વિઘ્નો દૂર થાય છે તો ચાર મુખો દિવો કરવાથી અકલ્પનિય અવરોધોને મહાદેવજી ટાળી દે છે.પ્રસ્તૃત તસ્વીરોમાં શ્રી રામનાથ મહાદેવ મંદિરે આજે મહાદેવજીની પૂજા, અભિષેક માટે ભક્તોની જામેલી ભીડ દેખાય છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement