For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ICCનો ચોંકાવનારો નિર્ણય, ભારત-પાકિસ્તાન મેચની પીચ બદલાઇ

12:08 PM Jun 07, 2024 IST | Bhumika
iccનો ચોંકાવનારો નિર્ણય  ભારત પાકિસ્તાન મેચની પીચ બદલાઇ
Advertisement

ટી20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે 9 જૂને મેચ રમાવાની છે. આ મેચ પહેલા પણ સૌથી મોટો વિષય ન્યૂયોર્કની પિચ બની ગયો છે. એવા અહેવાલો છે કે ખેલાડીઓ 22 યાર્ડની આ પિચથી ખુશ નથી. ટીમ ઈન્ડિયાએ આ પિચ અંગે અંગત રીતે ફરિયાદ પણ કરી છે. હવે એક રિપોર્ટ અનુસાર, આઇસીસીએ ભારત-પાકિસ્તાન મેચની પિચ બદલવાનો મોટો નિર્ણય લીધો છે. ભારત-પાકિસ્તાનની મેચ એ જ પિચ પર યોજાવાની હતી, જેના પર આયર્લેન્ડ સામે મેચ રમાઈ હતી, પરંતુ હવે એવું થશે નહીં અને તેનું સાચું કારણ પિચનું વર્તન છે.

જે પિચ પર ભારત-આયર્લેન્ડ મેચ યોજાઈ હતી તેમાં અસમાન ગતિ અને ઉછાળ હતો. ઘણા ખેલાડીઓના શરીર પર બોલ વાગ્યો હતો. કેપ્ટન રોહિત શર્માને ઈજા થતા રિટાયર થવું પડ્યું. બોલ રિષભ પંતની કોણીમાં પણ વાગ્યો હતો. આઈરિશ ખેલાડીઓને પણ મુશ્કેલી થઈ. એકંદરે આ પિચ ખેલાડીઓમાં અસુરક્ષાની લાગણી પેદા કરી રહી હતી. આ જ કારણ છે કે આ પિચ પર ભારત-પાકિસ્તાનની મેચ નહીં યોજાય.

Advertisement

ન્યૂયોર્કમાં ઉપયોગમાં લેવાતી પિચો એડિલેડમાં બનાવવામાં આવી છે. ન્યૂયોર્કમાં ડ્રોપ ઈન પિચનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જે એડિલેડમાં બનાવવામાં આવી હતી અને તેને ફ્લોરિડામાં લાવવામાં આવી હતી અને પછી ન્યૂયોર્કમાં ઈન્સ્ટોલ કરવામાં આવી હતી. ન્યૂયોર્કમાં આવી ચાર પિચ લગાવવામાં આવી છે. મોટી વાત એ છે કે ન્યૂયોર્કમાં રમાયેલી તમામ મેચો લો સ્કોરિંગ રહી છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની વોર્મ-અપ મેચમાં ટીમ ઈન્ડિયાએ ચોક્કસપણે મોટો સ્કોર બનાવ્યો હતો પરંતુ તેમાં પણ પિચનું વર્તન વિચિત્ર હતું. આ પછી ન્યૂયોર્કમાં શ્રીલંકાની ટીમ માત્ર 77 રન પર જ સમેટાઈ ગઈ હતી. દક્ષિણ આફ્રિકાને પણ આ રનનો પીછો કરવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

આ પછી આયરિશ ટીમ પણ 96 રન બનાવી શકી હતી. સ્વાભાવિક છે કે આવી પિચ પર ભારત-પાકિસ્તાનની મેચ કોઈ ઈચ્છશે નહીં. આ વિશ્વની સૌથી હાઈ-વોલ્ટેજ ક્રિકેટ મેચ માનવામાં આવે છે, જેને કરોડો લોકો જોઈ છે. આવી સ્થિતિમાં જો કોઈ ટીમને પીચના કારણે નુકસાન થાય છે તો તે રમત માટે બિલકુલ સારું નથી.

દૂરદર્શન, વેબસાઇટ, ઓટીટી પર જોઇ શકાશે ભારત-પાક. મેચ
ટી20 વર્લ્ડ કપ 2024ની 19મી મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે. આ મેચની તમે વેબસાઇટ, ઓટીટી એપ અને ટીવી ચેનલ પર મજા માણી શકો છો. ભારત-પાકિસ્તાનની મેચ 9 જૂને ભારતીય સમય અનુસાર રાતે 8 વાગ્યે શરૂ થશે. ડીડી પર મેચને તમે ફ્રીમાં જોઈ શકો છો.

વેબસાઇટ : વેબસાઇટ પર જોવા માટે તમારે હોટસ્ટાર ડોટ કોમ પર જવું પડશે. પરંતુ તમે અહીં ફ્રીમાં મેચનો આનંદ નહીં લઈ શકો.
ઓટીટી એપ : ભારત અને પાકિસ્તાન વચ્ચે આ મેચનો આનંદ તમે ઓટીટી પ્લેટફોર્મ ડિઝની પ્લસ હોટસ્ટાર પર ફ્રીમાં લઈ શકો છો.
ટીવી ચેનલ : ટીવી પર તમે સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર મેચ જોઈ શકો છો. ચેનલ પર તમે અલગ અલગ ભાષામાં પણ જોઈ શકો છો, તેમાં સ્ટાર સ્પોર્ટ્સ 1 (HD+SD), સ્ટાર સ્પોર્ટ્સ 2 (HD+SD), સ્ટાર સ્પોર્ટ્સ સિલેક્ટ 2 (HD+SD), સ્ટાર સ્પોર્ટ્સ 1 હિન્દી (HD+SD), સ્ટાર સ્પોર્ટ્સ 3, સ્ટાર સ્પોર્ટ્સ ફર્સ્ટ, સ્ટાર સ્પોર્ટ્સ 1 તમિલ (HD+SD), સ્ટાર સ્પોર્ટ્સ 1 તેલુગુ (HD+SD), માં ગોલ્ડ, સ્ટાર સ્પોર્ટ્સ 1 કન્નડ, સુવર્ણા પ્લસ જઉ, ડીડી સ્પોર્ટ્સ ચેનલનો સમાવેશ થાય છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement