For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

શિંદેએ ભાજપ પર ઠીકરું ફોડયું, 400ના નારાએ ડુબાડયા

05:39 PM Jun 13, 2024 IST | admin
શિંદેએ ભાજપ પર ઠીકરું ફોડયું  400ના નારાએ ડુબાડયા

ભાજપના નારાથી લોકોમાં બંધારણ બદલવાનો નકારાત્મક મેસેજ ગયો

Advertisement

લોકસભા ચૂંટણીમાં ખરાબ પ્રદર્શન બાદ મહારાષ્ટ્રના ભાજપ-શિવસેના અને ગઈઙના મહા ગઠબંધનમાં તિરાડ વધી રહી છે. બીજેપીના સહયોગી શિવસેના પ્રમુખ અને રાજ્યના મુખ્યમંત્રી એકનાથ શિંદે હવે તેમને ટોણા મારવા લાગ્યા છે.

તેમણે રાજ્યમાં શાસક ગઠબંધનના નબળા પ્રદર્શન માટે ભાજપના 400થી વધુના નારાને જવાબદાર ઠેરવવાનું શરૂૂ કર્યું છે.

Advertisement

એકનાથ શિંદેએ બીજેપીના 400 પારના નારા પર કટાક્ષ કરતા કહ્યું કે, ભાજપે 400 પારનો નારો આપ્યો હતો અને લોકસભા ચૂંટણીમાં 400થી વધુ સીટો જીતવાનો લક્ષ્યાંક રાખ્યો હતો, પરંતુ કેટલાક વિસ્તારોમાં નકારાત્મક વલણ રાખવામાં આવ્યું હતું. તેના સંબંધમાં બંધારણમાં ફેરફાર કરવામાં આવશે તેવો મેસેજ મતદારોમાં ગયો હતો

ભાજપના નારાઓની આડ અસરો

આ સૂત્રની આડઅસર વર્ણવતા શિંદેએ કહ્યું કે, લોકોએ વિરોધની આ વાતને ધ્યાનમાં લીધી અને તેની વિપરીત અસર થઈ છે. તેમની ગાડી 300નો આંકડો પણ પાર કરી શકી નથી.
ઘણા રાજ્યોમાં તેને મોટો આંચકો લાગ્યો છે. આ કારણે મહારાષ્ટ્રમાં પણ મહાયુતિને અપેક્ષા મુજબની સફળતા મળી નથી.

શિવસેના પ્રમુખે કહ્યું કે, પલોકોમાં ખોટા નિવેદનો અને અફવાઓ મોટા પાયે ફેલાવવામાં આવી હતી કે બંધારણ બદલાશે અને અનામતમાં ઘટાડો થશે. તેમાં મુસ્લિમ, દલિત અને બીજા ઘણા લોકો હશે.
આજે સર્જાયેલી મૂંઝવણ ચોક્કસપણે લોકો સમક્ષ આવશે. જે વોટબેંકની રાજનીતિ થઈ છે તેની લોકોને ખબર પડશે. વોટબેંકની રાજનીતિ કરનારાઓના અસલી ચહેરા પણ ચોક્કસપણે સામે આવશે.

રાજ ઠાકરેએ ભાજપનું નાક દબાવ્યું વિધાનસભા ચૂંટણીમાં માગી 20 સીટ

લોકસભા ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં ભાજપની આગેવાનીવાળા મહાયુતિ ગઠબંધનને કોઈ પણ જાતની શરતો વિના સમર્થન આપનાર રાજ ઠાકરેએ હવે આગામી વિધાનસભા ચૂંટણી લઈને કેટલીક માગો ભાજપ સામે મૂકી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ રાજ ઠાકરેની પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (ખગજ)એ 288 સીટવાળા મહારષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે ભાજપ પાસે 20 સીટની માગ કરી છે. એટલું જ નહીં રાજ ઠાકરેએ ભત્રીજા આદિત્ય ઠાકરેની વિધાનસભા સીટ પણ માગી છે, કે જેથી ત્યાં તેઓ ત્યાંથી ખગજના કેન્ડિડેટને ઊભા રાખી શકે.

Advertisement
Tags :
Advertisement
Advertisement