For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

શિખંડ-મુખવાસમાં ઝેરી કલર અને સિંગતેલમાં ભેળસેળ ખૂલી

05:58 PM Apr 02, 2024 IST | Bhumika
શિખંડ મુખવાસમાં ઝેરી કલર અને સિંગતેલમાં ભેળસેળ ખૂલી
  • મસાલા માર્કેટમાં ફૂડ વિભાગનું વ્યાપક ચેકિંગ: હળદર, ધાણાજીરું, મરચું સહિતના મસાલાના 26 સેમ્પલ લેવાયા

મનપાના ફૂડ વિભાગ દ્વારા દિવાળી ઉપર લેવામાં આવેલ મુખવાસ તેમજ શિખંડના સેમ્પલનો રિપોર્ટ નેગેટીવ આવ્યો હતો આ બન્ને વસ્તુમાં કલરની ભેળસેળ ખુલવા પામી જ્યારે દેશી ઘાણીનું શીંગતેલનો નમુનો લેવામાં આવેલ જેમાં આયોડીન વેલ્યુનો પ્રમાણ ધારાધોરણ કરતા વધુ હોાવનું ખુલતા તમામ સેમ્પલ ફેલ કરી એજ્યુડીકેશન કાર્યવાહી કરવામાં આવી હતી.જ્યારે અલગ અલગ મસાલા માર્કેટમાંથી ધાણાજીરૂ, મરચુ, હળદર પાઉડર સહિતના સેમ્પલ લઈ લેબમાં મોકલી અપાયા હતાં.

Advertisement

ફૂડ વિભાગ દ્વારા "અમૃત મુખવાસ", પરબજાર મેઇન રોડ, રાજકોટ મુકામેથી લેવામાં આવેલ ખાદ્યચીજ "મીઠો મુખવાસ (1 કિગ્રા પેક્ડ)" નો નમૂનો તપાસ બાદ પુથ્થકરણ રિપોર્ટમાં સેન્થેટિક ફૂડ કલરનું પ્રમાણ ધારાધોરણ કરતાં વધુ મળી આવતા નમૂનો સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે અને અમૃત મુખવાસ", પરબજાર મેઇન રોડ, રાજકોટ મુકામેથી લેવામાં આવેલ ખાદ્યચીજ "પાનચૂરી મુખવાસ (1 કિગ્રા પેક્ડ)નો નમૂનો તપાસ બાદ પુથ્થકરણ રિપોર્ટમાં સેન્થેટિક ફૂડ કલરનું પ્રમાણ ધારાધોરણ કરતાં વધુ મળી આવતા નમૂનો સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે.

ફૂડ વિભાગ દ્વારા "પ્રકાશ સ્ટોર્સ, નવા નાકા રોડ, જૂની પ્રહલાદ ટોકીઝ પાસે, રાજકોટ મુકામેથી લેવામાં આવેલ ખાદ્યચીજ "નંદા મુખવાસ હીરામોતી ફ્લેવર (500 ગ્રામ પેકડ)નો નમૂનો તપાસ બાદ પુથ્થકરણ રિપોર્ટમાં સેન્થેટિક ફૂડ કલરનું પ્રમાણ ધારાધોરણ કરતાં વધુ મળી આવતા નમૂનો સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે.તેમજ પ્રકાશ સ્ટોર્સ, નવા નાકા રોડ, જૂની પ્રહલાદ ટોકીઝ પાસે, રાજકોટ મુકામેથી લેવામાં આવેલ ખાદ્યચીજ "ફેન્સી મીઠો મુખવાસ (કેસરી) (1 કિગ્રા પેક્ડ)નો નમૂનો તપાસ બાદ પુથ્થકરણ રિપોર્ટમાં સેન્થેટિક ફૂડ કલરનું પ્રમાણ ધારાધોરણ કરતાં વધુ મળી આવતા નમૂનો સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે.

Advertisement

ફૂડ વિભાગ દ્વારા "શ્રીરામ માર્કેટિંગ, ઈ-50 જૂનું માર્કેટિંગ યાર્ડ, આરટીઓ પાસે, રાજકોટ મુકામેથી લેવામાં આવેલ ખાદ્યચીજ "આઈ સોનલ બ્રાન્ડ દેશી ઘાણીનું 100% શુધ્ધ સીંગ તેલનો નમૂનો તપાસ બાદ પુથ્થકરણ રિપોર્ટમાં બીઆરરીડીંગ 400 તથા આયોડિન વેલ્યુનું પ્રમાણ ધારાધોરણ કરતાં વધુ મળી આવતા નમૂનો સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે.ગાયત્રી ડેરી ફાર્મ", રામેશ્વર ચોક, ગીતગુર્જરી સોસાયટી મેઇન રોડ, રાજકોટ મુકામેથી લેવામાં આવેલ ખાદ્યચીજ "ડ્રાયફૂટ કેશર શિખંડ (લુઝ) નો નમૂનો તપાસ બાદ પુથ્થકરણ રિપોર્ટમાં સેન્થેટિક ફૂડ કલરની હાજરી મળી આવતા નમૂનો સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે. તમામ વિરુદ્ધ એજ્યુબીકેશન કાર્યવાહી કરવામાં આવશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement