For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

શેર-સોનું-ચાંદી નવી ઊંચાઇએ, રૂપિયો નવા તળિયે

04:01 PM Apr 04, 2024 IST | Bhumika
શેર સોનું ચાંદી નવી ઊંચાઇએ  રૂપિયો નવા તળિયે
  • ચાંદી રૂા.2500 ઉછળી 81440, સોનું 72450, સેન્સેક્સ 74500 અને નિફટી 22600ને પાર
  • ગગડતા નારિયેળની જેમ ડોલર સામે રૂપિયો 83.45ના લેવલે પહોંચી ગયો

આજે શેરબજાર અને સોના-ચાંદીમાં સાર્વત્રિક તેજી જોવા મળતા સેન્સેકસ-નિફટી અને સોનું-ચાંદી નવા રેકોર્ડબ્રેક હાઈ પર પહોંચી ગયા છે. સેન્સેકસ આજે 74501 નિફટી 22619 અને સોનું 24 કેરેટ 72450 અને ચાંદી 81440ની નવી ઉંચાઇએ પહોંચી ગયા છે. જયારે અર્થતંત્રની મજબુત પરિસ્થિતીઓની વાતો વચ્ચે રૂપિયો અત્યાર સુધીના તળીયે 83.45 રૂપીયા પ્રતી ડોલર નોંધાયો હતો.
વૈશ્વીક ભૌગોલીક યુધ્ધની પરિસ્થિતીઓ વચ્ચે સોના અને ચાંદીમાં લોકોનો ભરોસો યથાવત રહેતા જબરદસ્ત તેજી જળવાઈ રહી છે અને ગઇકાલ કરતા આજે ચાંદીમાં પ્રતી કિલોએ રૂા.2500નો ઉછાળો થતા ચાંદી પ્રતિ કિલો રૂા.81440 પહોંચી ગઇ છે. સોનામાં પણ પ્રતિગ્રામે બે દિવસમાં 1000 રૂપિયાનો ઉછાળો નોંધાતા 24 કેરેટ ફાઇન ગોલ્ડના હાજરમાં ભાવ રૂા.72450 પહોંચી ગયા છે.

Advertisement

નિફટીમાં ગઇકાલના 22434ના બંધ સામે આજે 22592ના લેવલ પર ખુલી હતી. જયારે તેજી યથાવત રહેતા 185 પોઇન્ટ ઉછળીને 22619ના નવા હાઇ પર પહોંચી ગઇ હતી. જયારે સેન્સેકસ ગઇકાલના 73876ના બંધ સામે આજે 537 પોઇન્ટ ઉછળીને 74413 પર ખુલ્યો હતો. અને બાદમાં તેજી યથાવત રહેતા ગઇકાલના બંધથી 625 પોઇન્ટ ઉછળીને 74501ના હાઇ સુધી પહોંચી ગયો હતો.

ક્રૂડ ઓઇલ છ મહિનાની ઊંચાઇએ
વૈશ્વીક માર્કેટમાં મધ્ય-પુર્વમાં યુધ્ધના કારણે ઓઇલની સપ્લાય ખોરવાવાની શંકા યથાવત રહેતા ક્રુડ ઓઇલ પણ ઓકટોબ પછી છ મહીનાની તેજીએ ટ્રેડ થઇ રહ્યું છે. આજે બ્રેન્ટ ક્રુડનો ફયુચરનો બેરલ દીઠ ભાવ 89.39 ડોલર યથાવત રહ્યો છે. અને ડબલ્યુટીઆઇ ફયુચર્સ પણ બેરલ દીઠ 85.44 ડોલરના લેવલે ટ્રેડ થઇ રહ્યું છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement