For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

શાપર-વેરાવળની યુવતીનું બે ભાઈઓએ ચાર વર્ષ સુધી શોષણ કરી તરછોડી દીધી

04:35 PM Jun 19, 2024 IST | Bhumika
શાપર વેરાવળની યુવતીનું બે ભાઈઓએ ચાર વર્ષ સુધી શોષણ કરી તરછોડી દીધી
Advertisement

મોટાભાઈએ દુષ્કર્મ આચરતા યુવતીએ આપઘાતનો પ્રયાસ કર્યો : બન્ને પરિવાર વચ્ચે ઘરમેળે સમાધાન થતાં નાનાભાઈએ અપનાવી લેવાની ખાતરી આપી શોષણ કર્યું પછી બીજે લગ્ન કરી લીધા

રાજકોટ જિલ્લામાં બળાત્કારની ઘટનાઓ સતત વધી રહી છે. ગત સપ્તાહે રાજકોટની યુવતી પર ગુરૂકુળના સ્વામીએ દુષ્કર્મ આચર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જેના હજુ આરોપી પણ પકડાયા નથી આ ઉપરાંત પડધરી અને શાપર વેરાવળમાં પણ બળાત્કારની ઘટનાઓ પોલીસ ચોપડે નોંધાઈ છે . ત્યારે આજે વધુ એક ઘટના બહાર આવતાં સનસનાટી મચી જવા પામી છે. શાપર વેર્ાવળમાં રહેતી યુવતી પર ચાર વર્ષ પહેલા છાપરા ગામના યુવાને દુષ્કર્મ આચર્યુ હતું ત્યારબાદ યુવતીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના બાદ બન્ને પરિવાર વચ્ચે ઘરમેળે સમાધાન થતાં બળાત્કાર ગુજારનાર આરોપીના નાના ભાઈને યુવતીને અપનાવી લેવાની ખાતરી આપી તેની સાથે લીવ ઈન રિલેશનશીપ રાખી ત્રણ વર્ષ સુધી શારીરિક શોષણ કર્યા બાદ તેને પણ યુવતીને તરછોડી દઈ બીજે લગ્ન કરી લેતા અંતે ભોગ બનનાર યુવતીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

Advertisement

આ ઘટના અંગેની જાણવા મળતી માહિતી મુજબ, રાજકોટ નજીક આવેલ ઔદ્યોગિક વસાહત શાપર વેરાવળમાં રહેતી યુવતીએ પોલીસમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે લોધિકાના છાપરા ગામે રહેતા હરેશ દેવજીભાઈ સોદરવા અને તેના મોટાભાઈ અમરશી દેવજીભાઈ સોંદરવાનું નામ આપ્યું છે.

પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ચારેક વર્ષ પહેલા આરોપી અમરશી દેવજી સોંદરવાએ શાપર વેરાવળની યુવતી સાથે પ્રેમ સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યુ હતું. તેના કારણે યુવતીએ આબરૂ જવાની બીકે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાની બન્નેના પરિવારજનોને જાણ થતાં ફરિયાદ કરવાના બદલે ઘર મેળે સમાધાન કરી લીધું હતું.

સમાધાનના ભાગરૂપે બળાત્કારનો ભોગ બનેલી યુવતીને આરોપીના નાના ભાઈ હરેશ દેવજીભાઈ સોંદરવાએ અપનાવી લેવાની અને લગ્ન કરવાની ખાતરી આપી હતી. ત્યારબાદ હરેશ દેવજી સોંદરવાએ યુવતીને પોતાની પત્નીની માફક પોતાની સાથે રાખી બન્ને લીવ ઈનમાં રહેવા લાગ્યા હતાં. આ દરમિયાન હરેશ સોંદરવાએ યુવતી પર અનેક વખત શરીરિ સંબંધ બાંધ્યો હતો.

હરેશ સોંદરવા સાથે લીવ ઈનમાં રહેતી યુવતીએ અનેક વખત લગ્ન કરવા માટે દબાણ કરતી હતી પરંતુ આરોપી દર વખતે ઉડાવ જવાબ આપતો હતો ત્યારબાદ ત્રણ વર્ષ સુધી યુવતીનું શારીરિક શોષણ કર્યા બાદ આરોપીએ બીજી યુવતી સાથે લગ્ન કરી લીધા હતાં. જેની જાણ ભોગ બનનાર યુવતીને થતાં અંતે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

આ ઘટના અંગે શાપર વેરાવળ પોલીસે બન્ને ભાઈઓ સામે દુષ્કર્મ, ઠગાઈ વિશ્ર્વાસઘાતની કલમો હેઠળ ગુનો નોંધી બન્ને આરોપીએાની ધરપકડ કરવાના ચક્રોગતિમાન કર્યા છે. આ બનાવની તપાસ શાપર વેરાવળના પીેએસઆઈ એચ.સી.ગોહિલ સહિતનો સ્ટાફ ચલાવી રહ્યો છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement