For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટમાં પતિ પત્નીના સબંધને શર્મશાર કરતો કિસ્સો: પતિએ પોતાના મિત્ર અને બે ભાણેજ સાથે મળી પોતાની જ પત્ની પર આચર્યું દુષ્કર્મ

01:50 PM May 10, 2024 IST | Bhumika
રાજકોટમાં પતિ પત્નીના સબંધને શર્મશાર કરતો કિસ્સો  પતિએ પોતાના મિત્ર અને બે ભાણેજ સાથે મળી પોતાની જ પત્ની પર આચર્યું દુષ્કર્મ

રાજકોટમાં પતિ પત્નીના પવિત્ર સબંધને શર્મશાર કરતો કિસ્સો સામે આવ્યો છે. રાજકોટના મવડી વિસ્તારમાં પતિએ પોતાના મિત્ર અને બે ભાણેજ સાથે મળી પોતાની જ પત્ની પર ગેંગરેપ ગુજાર્યો હોવાનો આક્ષેપ થતા ચકચાર મચી જવા પામી છે. આશરે છેલ્લા ત્રણેક માસથી પતિ આ શખસો સાથે મળી પત્નીને સેટી સાથે બાંધી દુષ્કર્મ ગુજારતો હતો. જ્યારે ગેંગરેપ થતો ત્યારે પતિ આ ઘટનાનો વીડિયો ઉતારતો અને આ વીડિયો બતાવી પત્નીને બ્લેકમેઈલ કરતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.આ ઘટનાને લઈને પોલીસે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

Advertisement

રાજકોટમાં રહેતી 22 વર્ષીય પરિણીતાને આજે સવારે સિવિલ હોસ્પિટલના ઈમર્જન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં પરણિતાના ગુપ્તભાગે ઈજા હોવાથી તેને જનાના હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પ્રાથમિક નિવેદનમાં પરિણીતાએ જણાવ્યું હતું કે, ગઈકાલે 8 મે, 2024ના રોજ બપોરે 1.30 વાગ્યા આસપાસ તે પોતાના ઘરે હતી ત્યારે તેનો પતિ તેના મિત્ર અને બે ભાણેજ સાથે આવ્યો હતો. આ ચારેયે સાથે મળી બળજબરી કરી શરીરસંબંધ બાંધ્યો હતો અને ગુપ્તભાગમાં પતિએ બાઈકની ચાવીથી ઈજા પહોચાડી હતી. અને ઉપરાંત પટ્ટા અને પાઈપથી માર માર્યો હતો. ત્યારબાદ પરિણીતાની તબીયત લથડતા આજે તેને જનાના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી નિવેદન નોંધી ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે.

22 વર્ષીય દીકરીએ પ્રથમ લગ્ન કર્યા બાદ છૂટાછેડા લીધા હતા અને ત્યારબાદ મવડીના યુવક સાથે લગ્ન કર્યા હતાં. તેના પતિને દારૂનો વ્યવસાય હોવાથી દીકરીના માવતર પક્ષના કોઈ સભ્યો તેને બોલાવતા કે સંબંધ રાખતા નહોતા. અઠવાડિયા પહેલા ભોગ બનનાર પરિણીતાએ તેની માતાને ફોન કર્યો હતો અને જણાવ્યું હતું કે, તેનો પતિ તેને ખૂબ માર મારે છે. આ પછી ગઈકાલે ફરી ભોગ બનનારને તેની માતાને ફોન કરી જણાવ્યું હતું કે, તેનો પતિ તેનો ભાણેજ અને એક મિત્ર એમ ચાર લોકોએ બપોરના સમયે ઘરે આવી બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતું. પરિણીતાની માતાના જણાવ્યા અનુસાર દીકરીને તેનો પતિ ખૂબ ત્રાસ આપતો હતો અને અવારનવાર પટ્ટા અને પાઈપથી માર મારતો હતો. ત્રણેક મહિનાથી પતિનો મિત્ર અને ભાણેજ આવતા પતિ દુષ્કર્મનો વીડિયો ઉતારી બ્લેકમેઈલ કરતો હતો. ઉપરાંત દીકરીને નિર્વસ્ત્ર કરી માર મારતા શરીરે ચાંભા પણ પડી ગયા હતાં. હાલ તાલુકા પોલીસે યુવતીનું નિવેદન નોંધી ફરિયાદ દાખલ કરી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement