For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

શાહરૂખ ખાન- નિરજ ચોપડાનું ‘ઇન્ડિયન ઓફ ધ યર’ એવોર્ડથી સન્માન થયું

12:53 PM Jan 11, 2024 IST | Bhumika
શાહરૂખ ખાન  નિરજ ચોપડાનું ‘ઇન્ડિયન ઓફ ધ યર’ એવોર્ડથી સન્માન થયું

દર વર્ષની જેમ ઈગગ ન્યૂઝ18ના પ્રોગ્રામ ઇન્ડિયન ઑફ ધ યરમાં વાસ્તવિક જીવનના હીરોને સન્માનિત કરવામાં આવ્યા હતા, જેમણે પોતપોતાના ક્ષેત્રમાં તેમના નોંધપાત્ર યોગદાનથી ફરી એકવાર દેશને ગૌરવ અપાવ્યું છે. આ ફંક્શન દરમિયાન મનોરંજન, વ્યવસાય, રમતગમત, યુવા આઇકોન, સામાજિક ફેરફારો અને હવામાન પરિવર્તન માટે કામ કરતી ઘણી વ્યક્તિઓને ઇન્ડિયન ઓફ ધ યર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

Advertisement

સ્પોર્ટ્સ કેટેગરીમાં નીરજ ચોપડાને ઈન્ડિયન ઓફ ધ યર એવોર્ડ આપવામાં આવ્યો હતો. નીરજને વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં પ્રથમ મેડલ જીતનારી મહિલા અંજુ બોબી જ્યોર્જ દ્વારા એવોર્ડ આપવામાં આવ્યો હતો. જો કે, નીરજ એવોર્ડ ફંક્શનમાં હાજર રહી શક્યો નહોતો. તેમના પિતાએ તેમના વતી એવોર્ડ સ્વીકાર્યો હતો. નીરજ ચોપડાએ વીડિયો સંદેશમાં કહ્યું કે, આ એવોર્ડ માટે તે દરેકનો ખૂબ આભાર માનું છું અને તે દેશ માટે મેડલ જીતતા રહેવા માંગે છે.

શાહરુખ ખાને એક જ વર્ષમાં બેક ટૂ બેક 3 હિટ ફિલ્મો પઠાન, જવાન અને ડંકી આપીને સાબિત કરી દીધું કે, તે જ બોલીવુડનો કિંગ છે. સુપરસ્ટારની ત્રણ ફિલ્મોએ બોક્સ ઓફિસ પર કેટલાય રેકોર્ડ્સ બનાવ્યા અને તોડ્યા. શાહરુખ ખાનને વર્ષે 2023નો ઈંડિયન ઓફ દ ઈયર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો છે. તેમણે પોતાના લાંબા વક્તવ્યમાં વિતેલા સમય વિશે વાત કરતા પ્રેરણાદાયી વાત કહી હતી.

Advertisement

શાહરુખ ખાને ઈંડિયન ઓફ દ એવોર્ડ દરમ્યાન કહ્યું કે, શાંત રહીને આકરી મહેનત કરવી જોઈએ. વર્ષ 2023ની ત્રીજી ફિલ્મ ડંકીએ 20માં દિવસે પણ 1.30 કરોડ રૂૂપિયાની કમાણી કરી હતી. સૈકનિલ્કના રિપોર્ટ અનુસાર, ફિલ્મ ઘરેલૂ બોક્સ ઓફિસથી અત્યાર સુધીમાં 219.27 કરોડ રૂૂપિયા કમાઈ લીધા છે. ફિલ્મ ગ્લોબલ બોક્સ ઓફિસ પર 500 કરોડ રૂૂપિયા કમાવા જઈ રહી છે. એવોર્ડ શો નવી દિલ્હીમાં આવેલા તાજ પેલેસમાં યોજાયો હતો. આ ઈવેન્ટમાં શાહરુખ ખાન, મણિ રત્નમ, જાવેદ અખ્તર ઉપરાંત નીરજ ચોપડા, અંજૂ બોબી જોર્જ સહિત કેટલીય હસ્તીઓ આવી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement