For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભણસાલીની ‘ઇન્શાઅલ્લાહ’માં સલમાનના સ્થાને શાહરૂખ ખાન

01:05 PM Jan 22, 2024 IST | Bhumika
ભણસાલીની ‘ઇન્શાઅલ્લાહ’માં સલમાનના સ્થાને શાહરૂખ ખાન

ભાઇજાન અને ભણસાલી વચ્ચે અણબનાવની પણ ચર્ચા

Advertisement

સંજય લીલા ભણસાલી બોલિવૂડ ફિલ્મોના જાણીતા નિર્દેશક છે. ભણસાલી અને સલમાન ખાન લાંબા સમયથી ફિલ્મ ઇન્શાઅલ્લાહને સાથે લાવવાની તૈયારી કરી રહ્યા છે. આ ફિલ્મને લઈને અત્યાર સુધીમાં ઘણા અપડેટ્સ સામે આવ્યા છે. દરમિયાન સમાચાર આવી રહ્યા છે કે સંજય લીલા ભણસાલી એ આ ફિલ્મ માંથી સલમાન ખાન ને પડતો મુક્યો છે અને તેના મિત્ર કહેવાતા સુપરસ્ટાર શાહરુખ ખાનને ફિલ્મમાં લીધો છે.

સંજય લીલા ભણસાલીની ફિલ્મ ફિલ્મ ઇન્શાઅલ્લાહ ઘણા વર્ષોથી સમાચારોમાં છે. અગાઉ આ ફિલ્મ માં સલમાન ખાન અને આલિયા ભટ્ટ ના નામ સામે આવ્યા હતા. પરંતુ હવે મીડિયા રિપોર્ટમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ ફિલ્મમાંથી સલમાન ખાનને હટાવી ને શાહરુખ ખાન ને લેવામાં આવી શકે છે. મીડિયા રિપોર્ટ મુજબ સંજય લીલા ભણસાલી તેમની ફિલ્મ ઇન્શાલ્લાહનું શૂટિંગ આ વર્ષથી જ શરૂૂ કરી શકે છે.

Advertisement

મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો સલમાન ખાન અને સંજય લીલા ભણસાલી વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી ગઈ છે. છેલ્લા કેટલાક સમય થી બંને વચ્ચે અણબનાવ ચાલી રહ્યો છે. જેના કારણે સંજયે સલમાનને તેની ફિલ્મ ઈન્શાઅલ્લાહમાંથી હટાવી દીધો છે. હવે તે આ ફિલ્મમાં સલમાનના બેસ્ટ ફ્રેન્ડ શાહરૂૂખ ખાનને સાઈન કરવા જઈ રહ્યો છે. જો કે શાહરૂૂખે હજુ સુધી આ ફિલ્મ માટે સંમતિ દર્શાવી નથી.

Advertisement
Tags :
Advertisement
Advertisement