For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સ્વામિનારાયણ સંપ્રદાયમાં બ્રેઇનવોશ કરી સાધુ બનાવવાના મામલે સમાધાન

12:25 PM May 16, 2024 IST | Bhumika
સ્વામિનારાયણ સંપ્રદાયમાં બ્રેઇનવોશ કરી સાધુ બનાવવાના મામલે સમાધાન
Advertisement

સ્વામીનારાયણ સંપ્રદાયની સંસ્થાઓ અવાર-નવાર વિવાદમાં રહે છે. તેવામાં હાલ ગુજરાતમાં સગીરોના બ્રેઇનવોશનો મુદ્દો ગરમાયો છે. જેમાં ઉના બાદ સુરતમાં પણ એક સગીરનું સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુએ બ્રેઇનવોશ કરી તેને સાધુ બનાવી દીધો હોવાના ગંભીર આરોપ લગાવ્યા છે અને મુદ્દો પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયો છે. જે મામલે સરથાણા પોલીસે પુત્ર અને પરિવારને સામસામે બેસાડી સમજાવ્યા હતા અને મામલો થાળે પાડ્યો છે.

સરથાણા પોલીસની સમજાવટ બાદ પુત્ર પરિવાર સાથે જવા રાજી થયો છે. પરિવારના સભ્યો અને પોલીસની મધ્યસ્થી બાદ મામલો થાળે પડ્યો છે. પુત્ર પરિવાર સાથે અમદાવાદ આવવા સહમત થયો છે અને પુત્રએ મોટા થઈને સાધુ બનવાની ઈચ્છા દર્શાવી છે. પરિવારે સ્વામિનારાયણ મંદિરના સંતો સામે ગંભીર આક્ષેપ કર્યા હતા. પુત્રનું બ્રેઈનવોશ કરી સાધુ બનાવ્યાનો આક્ષેપ બાદ ભારે હોબાળા મચ્યો હતો અને જે બાદ મામલો સરથાણા પોલીસ મથકે પહોંચ્યો હતો.

Advertisement

વિદ્યાર્થીનું બ્રેઈનવોશ કરી સાધુ બનાવવાના આક્ષેપ મામલે સમઢીયાળા સ્વામીનારાયણ ગુરૂૂકૂળનાં જનાર્દન સ્વામીએ ખુલાસો કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, બ્રેઈનવોશ સંસ્થામાં કરતા નથી. કોઈનાં કહેવાથી સાધુ થવાતું નથી. સાધુ બનવાની એક પ્રોસેસ હોય છે. પ્રોસેસમાંથી બાળક પસાર થાય ત્યારે સાધુ બને છે. વાલી જ્યારે બાળકને અમને સોંપે ત્યારે જ અમે સાધુ બનાવી શકીએ. બાળક સોંપે પછી અમે બાળકની પરીક્ષા કરીએ છીએ. ત્યાર બાદ બે વર્ષ પાર્ષદમાં ટ્રેનિગ આપવામાં આવે છે. તેમાંથી પાસ થાય પછી સાધુ બનાવીએ છીએ. બાળક અહીં આવવાની જીદ કરે છે તેનું કારણ તપાસવાની જરૂૂર છે. અહીંની કેળવણી અને સાચવણી અને ઘર કરતાં વિશેષ જમવાનું આપીએ છીએ. તેમજ દેખરેખ રાખીએ છીએ એટલા માટે બાળક અહીં આવવા પ્રયત્ન કરે છે સાધુ બનવા માટે નહી.

Advertisement
Tags :
Advertisement
Advertisement