For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગોંડલના સીરપકાંડના બે આરોપીના જામીન મંજૂર કરતી સેશન્શ કોર્ટ

01:36 PM May 20, 2024 IST | Bhumika
ગોંડલના સીરપકાંડના બે આરોપીના જામીન મંજૂર કરતી સેશન્શ કોર્ટ
Advertisement

ગોંડલ રૂરલ એસ.ઓ.જી. એ મોટો જથ્થો હોટલ તેમજ ફલેટમાંથી પકડી કાર્યવાહી કરી હતી જેમાં આરોપીઓની ધડપકડ કરવામાં આવેલ હતી. જેમાં બે આરોપીના કોર્ટે જામીન મંજુર કર્યા છે. કેસની વિગત મુજબ તા. 09/10/2023 ના રોજ ગોંડલ સીટી પો.સ્ટે.માં જાણવા જોગ એન્ટ્રી જાહેર થયેલ હતી જે જાણવા જોગની તપાસ દરમ્યાન ગોંડલ શહેરના વિસ્તારમાં પ્રેટોલીંગ દરમ્યાન ક્રિષ્ના રોડવેઝ ગોડાઉનમાં પ્રતીબંધી નશાકારક બોટલનો શંકાસ્પદ જથ્થો પડેલ છે જે હકીકત આધારે પંચોની હાજરીમાં ક્રિષ્ના રોડવેઝ ના ગોડાઉન માંથી ખાખી કલરના પુઠાના બોક્ષ મળી આવેલ જે બોક્ષસો બાબતે એક ઈસમને પુછતા આજે ઈસમે મુન્નાભાઈ ઉર્ફે હિતેન્દ્રસિંહ ચંદ્રસિંહ સરવૈયા ના બોક્ષ હોય જે બોક્ષ ખોલીને તપાસ કરતા 720 બોટલ સીરપની મળી આવેલ હોય જે અંગે બોટલને એફ.એસ.એસ. તપાસ અર્થે મોકલતા એફ.એસ.એલ.દ્રારા પ્રથ્થુ કરણ કરાવતા આ બોટલોમાં આલકોહોલનુ પ્રમાણ મળી આવતા પોલીસ દ્રારા આરોપીની ધડપકડ કરી પુછપરછ કરતા આ બોટલો નું લાઈસન્સ ન હોય તેમજ આ બોટલો નું ગેરકાયદેસર વેચાણ કરી આર્થિક લાભ મેળવવા હેતુસર આ આર્યવેદીક શીરપની બોટકલો ગિરિરાજસિંહ કરણસિંહ સોઢ તેમજ રાજેન્દ્રસિંહ અજીતસિંહ જાડેજા રહે.રાજકોટ વાળા પાસેથી મંગાવેલ હોય તેવુ તપાસમાં ખુલતા ગોંડલ સીટી પોલીસ સ્ટેશનમાં ત્રણેય આરોપીઓ વિરૂૂધ્ધ પ્રોહી. 65-સી, 116(બી),67,81 વિગેરે મુજબનો ગુન્હો નોંધી આરોપીની ધડપકડ કરવામાં આવેલ હતી.તેમજ ગોંડલ સુમરા સોસાયટી તાજ ટાવર ફલેટમાંથી પણ આજ પ્રકારનો જથ્થો મળી આવતા અન્ય આરોપી મઝહર હારૂૂનભાઈ પતાણીની ધડપકડ કરવામાં આવેલ હતી. ત્યાર બાદ આરોપીઓને રીમાન્ડ અરજી સાથે કોર્ટમાં રજુ કરતા કોર્ટ દ્રારા રીમાન્ડ નામંજુર કરવામાં આવેલ અને આરોપીઓને જેલ હવાલે કરવામાં આવેલ આરોપીઓ દ્રારા નીચેની કોર્ટમાં જામીન અરજી કરતા કોર્ટ દ્રારા જામીન અરજી નામંજુર કરવામાં આવેલ ત્યારબાદ આરોપી દ્રારા સેસન્સ કોર્ટમાં તેમના વકીલ વિજયરાજસિંહ જાડેજા મારફત રેગ્યુલર જામીન અરજી દાખલ કરવામાં આવેલ આરોપીના વકીલ દ્રારા વિવિધ મુદદાઓસર દલીલ કરવામાં આવેલ હતી તેમજ ઉચ્ચ અદાલતોના ચુકાદાઓ રજુ કરતા આરોપીઓને રૂા. 1,5,000ના રેગ્યુલર જામીન ઉપર છોડવાનો હુકમ કરવામાં આવેલ હતો. આ કામમાં આરોપીના વકીલ તરીકે વિજયરાજસિંહ એસ.જાડેજા રોકાયેલ હતા.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement