For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સેન્સેક્સનો અમૃત કાળ: પહેલી વખત 75,000ને પાર

11:15 AM Apr 09, 2024 IST | Bhumika
સેન્સેક્સનો અમૃત કાળ  પહેલી વખત 75 000ને પાર
Thailand Stock Exchange, Streaming Trade Screen.
  • જોરદાર તેજીથી પાંચ મહિનામાં 5000 પોઈન્ટ અને માર્કેટ કેપમાં 14 લાખ કરોડનો વધારો: નિફટી પણ નવી ઐતિહાસિક સપાટીએ]

શેર બજારમાં તેજીનો માહોલ યથાવત રહેતા આજે સેન્સેકસે ઐતિહાસી 75,000 ની સપાટી પાર કરી છે અને નિફટી પણ ઓલ ટાઈમ હાઈ 22560 સુધી પહોંચી ગઈ છે. 30 શેરોની એક્વિીટી બનેલ સેન્સેકસ આજે 24 વર્ષ પછી ઐતિહાસીક 75,000 ની સપાટીએ પહોંચી ગયો છે. સેન્સેકસે 75,000ની સપાટી ક્રોસ કરતાં શેરબજારનું કુલ માર્કેટ કેપ 400 લાખ કરોડને પાર થઈ ગયું છે. આજે ડોમેસ્ટીક માર્કેટમાં પુષ્કળ ખરીદારી જોવા મળી હતી અને ફકત આજની તેજીથી સેન્સેકસનું માર્કેટ કેપ 1.22 લાખ કરોડ રૂપિયા વધી ગયું હતું.

Advertisement

ગઈકાલે 74772ના લેવલ પર બંધ થયેલ સેન્સેકસ આજે ઓપનીંગ સેશન્સમાં જ 382 પોઈન્ટ ઉછળીને પહેલી વખત 75000ને પાર 75124 પર ખુલ્યો હતો. જે અત્યાર સુધીની સૌથી ઉંચી સપાટી છે. નિફટીમાં પણ નવા ઓલ ટાઈમ હાઈ નોંધાયા છે. ગઈકાલે 22666ના લેવલ પર બંધ થયેલ નિફટી આજે 99 પોઈન્ટના ઉછાળા સાથે 22765ના ઓલ ટાઈમ હાઈ પર ખુલી હતી.

આજના કારોબારમાં ઈન્ફોસીસ, ટાટા સ્ટીલ, અલ્ટ્રાટેક સિમેન્ટ, એચસીએલ, આઈસીઆઈસીઆઈ બેંક, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટાટા મોટર્સ, એકસીસ બેંક, જેએસડબલ્યુ સ્ટીલ, અસીએન્ટ પેઈન્ટ અને એચડીએફસી બેંક અડધા ટકાથી 2 ટકાની મજબૂતી સાથે ટ્રેડ થયા હતાં.

Advertisement

સેન્સેક્સની સપાટી

ઐતિહાસિક લેવલ તારીખ
1000 -25 જુલાઈ 1990
2000 -15 જાન્યુઆરી 1992
5000- 11 ઓકટોબર 1999
10,000 -7 ફેબ્રુઆરી 2006
15,000 -9 જુલાઈ 2007
20,000 -11 ડિસેમ્બર 2007
25,000- 5 જૂન 2014
30,000- 26 એપ્રિલ 2017
35,000 -17 જાન્યુઆરી 2018

40,000 -3 જૂન 2019
50,000 -3 ફેબ્રુઆરી 2021
60,000 -24 સપ્ટેમ્બર 2021
70,000- 14 ડિસેમ્બર 2023
71,000- 15 ડિસેમ્બર 2023
72,000- 27 ડિસેમ્બર 2023
73,000- 15 જાન્યુઆરી 2024
74,000 -6 માર્ચ 2024
75,000 -9 એપ્રિલ 2024

Advertisement
Tags :
Advertisement
Advertisement