For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સેન્સેક્સ-નીફટી નવા હાઈ બનાવ્યા બાદ ફરી પટકાયા

04:50 PM Jun 10, 2024 IST | admin
સેન્સેક્સ નીફટી નવા હાઈ બનાવ્યા બાદ ફરી પટકાયા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ત્રીજી કેબીનેટમાં શપથવિધિ બાદ સરકારનું ચિત્ર સ્પષ્ટ થતાં રોકાણકારો ગેલમાં જોવા મળ્યા છે. ભારતીય શેરબજાર સર્વોચ્ચ આજે ટોચે ખૂલ્યા છે. સાર્વત્રિક સ્તરે પોઝિટીવ મોમેન્ટમ જોવા મળ્યો છે. બાદમાં માર્કેટ બંધ થાય પહેલા બંને ઈન્ડેક્સમાં ફરી ઘટાડો નોંધાયો હતો.

Advertisement

સેન્સેક્સ આજે 76935.41ની રેકોર્ડ ટોચે ખૂલ્યા બાદ 77079.04ની ઐતિહાસિક ટોચે પહોંચ્યો હતો. જો કે, બાદમાં 9.50 વાગ્યે 49.98 પોઈન્ટના ઘટાડે ટ્રેડ થઈ રહ્યો હતો. જે બાદમાં ત્રણ મિનિટમાં જ ફરી પાછો 138.81 પોઈન્ટના ઉછાળે ટ્રેડ થઈ રહ્યો હતો. બપોરે 3:20 કલાકે સેન્સેક્સમાં 76422 સુધી ટ્રેડ થતા 260 પોઈન્ટનો ઘટાડો નોંધાયો હતો. નિફ્ટીએ પણ 23411.90ની સર્વોચ્ચ ટોચ નોંધાવી છે. નિફ્ટી 105 પોઈન્ટના ઉછાળે ખૂલ્યા બાદ 9.50 વાગ્યે ફ્લેટ 23291.60 પર ટ્રેડ થઈ રહ્યો હતો. નીફટી બપોરે 3:25 કલાકે 61 પોઈન્ટ ઘટીને 23288 ટ્રેડ થઈ હતી.

બીએસઈ ખાતે ટ્રેડેડ શેર્સમાંથી માર્કેટ ખૂલતાંની સાથે જ 200 શેર્સમાં અપર સર્કિટ જોવા મળી હતી. જ્યારે 72 શેર્સમાં લોઅર સર્કિટ વાગી હતી. 196 શેર્સ 52 વીક હાઈ અને 18 શેર્સ વર્ષની બોટમે નોંધાયા છે.
સમાચાર લખાયા ત્યાં સુધીમાં 2399 શેર્સ સુધારા તરફી અને 940 શેર્સ ઘટાડા તરફી ટ્રેડ થઈ રહ્યા હતા.
સેન્સેક્સ પેકમાં સામેલ 30 શેર્સ પૈકી 17 શેર્સમાં સુધારો અને 13 શેર્સમાં ઘટાડો કર્યો હતો. પાવરગ્રીડ 3.38 ટકા, અલ્ટ્રાટેક 2.32 ટકા, એક્સિસ બેન્ક 1.95 ટકા, રિલાયન્સ 1.21 ટકા અને એનટીપીસી 1.11 ટકા ઉછાળે ટ્રેડ થઈ રહ્યો હતો. બીજી બાજુ ટેક મહિન્દ્રા 2.28 ટકા, વિપ્રો 1.74 ટકા, ઈન્ફોસિસ 1.61 ટકા, એચસીએલટેક 1.23 ટકા અને ટાઈટન 1.12 ટકા ઘટાડે ટ્રેડ થઈ રહ્યા હતા.આઈટી શેરોમાં ગત સપ્તાહે નોંધાયેલી તેજીનો લાભ લેતાં રોકાણકારો પ્રોફિટ બુક કરી રહ્યા છે. જેના પગલે આજે આઈટી-ટેક્નો શેરોમાં 5 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement