For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સેન્સેકસ નવી ઉંચાઈ સાથે 78 હજારને પાર

03:57 PM Jun 25, 2024 IST | admin
સેન્સેકસ નવી ઉંચાઈ સાથે 78 હજારને પાર

શેરબજારમાં આજે રેકોર્ડ તેજીથી બન્ને સુચાંકોમાં નવા ઓલટાઈમ હાઈ નોંધાયા છે. ગઈકાલે 77341ના લેવલ પર બંધ થયેલ સેન્સેકસ આજે 188 પોઈન્ટ ઉછળીને 77529 પર ખુલ્યો હતો. બાદમાં જોરદાર તેજીથી સેન્સેકસ 733 પોઈન્ટ ઉછળીને 78074ના નવા રેકોર્ડ હાઈ પર પહોંચી ગયો હતો.
નિફટીમાં પણ આજે જોરદાર તેજી જોવા મળી હતી. નિફટી આજે 23700ની સપાટી પાર કરી નાખી છે. ગઈકાલે 23537ના લેવલ પર બંધ થયેલ નિફટી આજે 40 પોઈન્ટ વધીને 23577 પોઈન્ટ પર ખુલી હતી. સતત તેજીના પગલે નિફટીમાં બપોરે ત્રણ વાગ્યે 185 પોઈન્ટનો વધારો નોંધાતા નિફટી 23722 સુધી ટ્રેડ થઈ હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement