For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ડોલર સામે રૂપિયો 83.51ના સૌથી નીચલા સ્તરે સેન્સેક્સમાં 500-નિફ્ટીમાં 165 પોઈન્ટનું ગાબડું

11:28 AM Apr 16, 2024 IST | Bhumika
ડોલર સામે રૂપિયો 83 51ના સૌથી નીચલા સ્તરે સેન્સેક્સમાં 500 નિફ્ટીમાં 165 પોઈન્ટનું ગાબડું

Advertisement

  • ઈઝરાયલ-ઈરાન યુધ્ધથી કરન્સી માર્કેટ અને શેરબજારમાં મોટા કડાકા

ઈઝરાયલ-ઈરાન યુધ્ધની અસરો વચ્ચે શેરબજારમાં મંદીનો માહોલ ચાલુ રહ્યો છે અને આજે રૂપિયો ડોલર સામે તેની સાર્વત્રિક નીચી સપાટી 83.51 પર પહોંચી ગયો છે. રૂપિયાની વસણતી પરિસ્થિતિ હવે અર્થતંત્રની મજબુતી સામે પણ સવાલો ઉભા કરે છે. આ ઉપરાંત યુધ્ધના પગલે ક્રૂડના ભાવમાં પણ વધારો થતાં 90 ડોલર પ્રતિબેરલને પાર થઈ ગયા છે. સેન્સેક્સ આજે 70,000ની સપાટી તોડી 72,814 સુધી પહોંચી ગયો છે અને નિફ્ટીએ પણ મહત્વની 22,200ની સપાટી તોડી નાખી છે.

અગાઉના 83.45ના બંધ સામે રૂપિયો આજે ડોલર સામે 6 પૈસા તુટીને 83.51 પર ખુલ્યો હતો. જે અત્યાર સુધીની સૌથી નીચી સપાટી છે. સેન્સેક્સ ગઈકાલે 800થી વધુ પોઈન્ટ તુટ્યા બાદ 73,399 પર બંધ થયો હતો. જે આજે શરૂઆતમાં જ ઘટીને 507 પોઈન્ટ ઘટીને 73, 000ની સપાટી તોડી 72,892 પર ખુલ્યો હતો. બાદમાં ગઈકાલના બંધથી 585 પોઈન્ટ ઘટીને 72,814ના તળિયા સુધી પહોંચી ગયો હતો. નિફ્ટી ગઈકાલના 22,272ના બંધ સામે આજે 147 પોઈન્ટ ઘટીને 22,125 પર ખુલી હતી. બાદમાં 165 પોઈન્ટ ઘટીને 22,103ના તળિયે સુધી પહોંચી ગઈ હતી.

Advertisement

આ ઉપરાંત યુએસ ડોલર ઇન્ડેક્સ, જે છ કરન્સીની બાસ્કેટ સામે ગ્રીનબેકની મજબૂતાઈનું માપન કરે છે, તે 0.13% વધીને 106.35 પર ટ્રેડ કરી રહ્યો હતો. ગ્રીનબેકમાં વ્યાપક તેજી અને યુએસ ટ્રેઝરી યીલ્ડમાં વધારો થવાને કારણે ભારતીય રૂૂપિયો મંગળવારે યુએસ ડોલર સામે વિક્રમી નીચી સપાટીએ ખૂલ્યો હતો.
ક્રૂડ ઓઈલના ભાવમાં વધારાથી સ્થાનિક ચલણ પર પણ દબાણ આવ્યું છે. બ્રેન્ટ ક્રૂડ ઓઈલ 0.59% વધીને 90.63 પ્રતિ બેરલ, જ્યારે ઞજ વેસ્ટ ટેક્સાસ ઈન્ટરમીડિયેટ ક્રૂડ ફ્યુચર્સ 0.62% વધીને 85.94 થઈ ગયું.

દરમિયાન, ઇઝરાયેલ સપ્તાહના અંતે ઇરાનના હુમલાનો જવાબ આપશે તેવી વિલંબિત ચિંતાઓ પછી મધ્ય પૂર્વમાં વધતા જતા ભૌગોલિક રાજકીય તણાવ વચ્ચે એશિયન કરન્સી અને ઇક્વિટી બજારોએ નુકસાન વધાર્યું હતું.

Advertisement
Tags :
Advertisement
Advertisement