For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

T-20 વર્લ્ડ કપમાં કાલે સેમિફાઈનલ

01:22 PM Jun 26, 2024 IST | admin
t 20 વર્લ્ડ કપમાં કાલે સેમિફાઈનલ

ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે રાત્રે 8 વાગ્યે અને સા.આફ્રિકા-અફઘાનિસ્તાન વચ્ચે સવારે 6 વાગ્યે મુકાબલો

Advertisement

આઈસીસી ટી20 વર્લ્ડ કપ 2024ની ગ્રુપ સ્ટેજની 52 મેચ પછી સેમિફાઈનલની ચારેય ટીમો નક્કી થઈ ગઈ છે. ભારત, સાઉથ આફ્રિકા અને ઈંગ્લેન્ડ બાદ અફઘાનિસ્તાને સેમિફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. આગામી 27 જૂનના રોજ બંને સેમિફાઈનલ મેચ રમાવાની છે. ત્યાર જાણો ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે મેચ ક્યારે રમાશે.
આઈસીસી ટી20 વર્લ્ડ કપ 2024ની પ્રથમ સેમિફાઈનલ 27 જૂનના રોજ સવારે 6 વાગ્યાથી સાઉથ આફ્રિકા અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રિનિદાદના બ્રાયન લારા સ્ટેડિયમમાં રમાવાની છે.
સાઉથ આફ્રિકાની ટીમ આ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધીમાં એકપણ મેચ હારી નથી. જ્યારે અફઘાનિસ્તાનની ટીમ ઈતિહાસમાં પ્રથમ વખત ટી20 વર્લ્ડ કપમાં સેમિફાઈનલમાં પ્રવેશી છે.ત્યારે આ મેચ ખૂબ જ રોમાંચક રહે તેવી સંભાવના છે.
આઈસીસી ટી20 વર્લ્ડ કપ 2024ની બીજી સેમિફાઈનલ 27 જૂનના રોજ રાત્રે 8 વાગ્યાથી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ગુયાનાના પ્રોવિડન્સ સ્ટેડિયમમાં રમાશે. ભારતીય ટીમ આ ટૂર્નામેન્ટ એકપણ મેચ હારી નથી. જ્યારે ઈંગ્લેન્ડની ટીમ એક સમયે આ ટૂર્નામેન્ટમાંથી બહાર થવાને આરે હતી. જો કે, તેમને શાનદાર વાપસી કરતા સેમિફાઈનલમાં જગ્યા બનાવી હતી. ત્યારે ભારતીય ટીમની નજર આ મેચ જીતીને ટી20 વર્લ્ડ કપ 2022ની સેમિફાઈનલમાં મળેલી હારનો બદલો લેવા પર રહેશે.

સેમિફાઇનલમાં વરસાદ પડે તો પણ ભારત ફાઇનલમાં

Advertisement

રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમ ગુરુવારે ગુયાનાના પ્રોવિડન્સ સ્ટેડિયમ ખાતે ઝ20 વર્લ્ડ કપ 2024ની બીજી સેમિફાઇનલમાં ઇંગ્લેન્ડ સામે ટકરાશે. આ મેચમાં વરસાદ પડવાનો ભય છે. ગુયાનામાં ગુરુવારે સવારે વરસાદની 88% અને વાવાઝોડાની 18% સંભાવના છે. પ્રથમ સેમિફાઇનલ દક્ષિણ આફ્રિકા અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રિનિદાદ અને ટોબેગોમાં રમાશે. આ મેચ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે, પરંતુ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની બીજી સેમીફાઈનલ મેચ માટે કોઈ રિઝર્વ ડે નથી. જો મેચમાં વરસાદ પડશે તો પરિણામ મેળવવાનો પ્રયાસ કરવા માટે વધારાનો 250 મિનિટનો વધારાનો સમય આપવામાં આવે છે. હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે જો વરસાદ એક પણ બોલ ફેંક્યા વિના મેચ રદ કરે છે, તો પછી સેમિફાઇનલમાં કોણ જશે? જો આમ થશે તો સુપર-8 રાઉન્ડમાં ભારત પોતાના ગ્રુપમાં ટોપ પર રહેવાના કારણે ફાઇનલમાં પહોંચી જશે. બીજી તરફ ઈંગ્લેન્ડની ટીમ ગ્રુપ 2માં બીજા સ્થાને હતી. આવી સ્થિતિમાં તેના ચાહકોનું દિલ તૂટી જશે. ઇંગ્લિશ ટીમ ટ્રોફી જીતી શકશે નહીં. તેનું સતત બીજી વખત ચેમ્પિયન બનવાનું સપનું ચકનાચૂર થઈ જશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement