For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કચ્છના સાગરકાંઠે ‘ડ્રગ્સનો દરિયો’ બે દિવસમાં ચરસ-કોકેનના વધુ 91 પેકેટ મળ્યા

12:27 PM Jun 20, 2024 IST | Bhumika
કચ્છના સાગરકાંઠે ‘ડ્રગ્સનો દરિયો’ બે દિવસમાં ચરસ કોકેનના વધુ 91 પેકેટ મળ્યા
Advertisement

બીએસએફ, નેવલ આઈ.બી., સ્ટેટ આઈબી, એસ.ઓ.જી., મરીન પોલીસનું સંયુક્ત ઓપરેશન: 10 દિવસમાં ડ્રગ્સના 242 પેકેટ મળ્યા

કચ્છ-સૌરાષ્ટ્રનો સાગરકાંઠો ડ્રગ્સ માફિયા માટે સ્વર્ગસમાન બની ગયો છે ત્યારે છેલ્લા 10 દિવસથી સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠેથી બિનવારસી હાલતમાં ડ્રગ્સના પેકેટો મળી રહ્યા છે. જે સીલસીલો હજુ પણ યથાવત છે ત્યારે ગઈકાલે બીએસએફ, નેવલ આઈબી, સ્ટેટ આઈબી, એસઓજી, મરીન પોલીસના સંયુક્ત સર્ચ ઓપરેશનમાં કચ્છના સાગરકાંઠેથી ચરસ અને કોકેઈના વધુ 19 પેકેટ મળી આવતા પોલીસે કબ્જે લીધા છે. આ ચરસના પેકેટ અફઘાનીસ્તાની ડ્રગ માફિયા દ્વારા પાકિસ્તાની માછીમારો મારફત સૌરાષ્ટ્ર-કચ્છમાં ઘુસાડવાનો પ્રયાસ કરતા હોવાનું બહાર આવ્યું છે.

Advertisement

સૌરાષ્ટ્ર-કચ્ચના દરિયાકાંઠેથી છેલ્લા 10 દિવસથી ડ્રગ્સના પેકેટો બિનવારસી હાલતમાં મળી આવતા કેન્દ્ર સરકારના આદેશથી બીએસએફ, લેવલ આઈબી, સ્ટેટ આઈબી દ્વારા દરિયાકાંઠા વિસ્તારમાં સઘન સર્ચ ઓપરેશન હાથ ધર્યુ છે. જેમાં કચ્છના જખૌ નજીક ગત તા. 18-6ના રોજ ચરસ અને કોકેઈનના 91 પેકેટ મળી આવ્યા હતાં. જેમાં ગઈકાલે જખૌ નજીકથી બીએસએફ દ્વારા પેટ્રોલીંગ હાથ ધરી ચરસના વધુ 19 પેકેટો કબ્જે કર્યા છે.

સર્ચ ઓપરેશનમાં ક્યારે પણ આ પ્રકારના પદાર્થ મળે ત્યારે સૌ પ્રથમ ઋજક તપાસ થાય છે. ત્યાર બાદ ગઉઙજ એક્ટ હેઠળ ગુન્હો નોંધાય છે. આથી સંપૂર્ણ કાર્યવાહી અને ચકાસણી બાદ આ પેકેટમાં મારેઝુઆના હાસિસ ડ્રગ્સ હોવાનું ખુલ્યું છે. આ તમામ પેકેટ બાબતે કેસ નોંધાઇ ગયો છે. કચ્છના દરિયા કિનારેથી સતત માદક પદાર્થના પેકેટ મળી રહ્યા છે. ગુજરાતનો દરિયો કિનારો હવે ડ્રગ્સ માફિયાઓ માટે ડ્રગ્સનું એપી સેન્ટર બની ગયું છે. ત્યારે કચ્છ અને દ્વારકા બાદ પોરબંદરના દરિયા કિનારા પર પણ ડ્રગ્સના પેકેટ મળ્યા હતા.

અગાઉ પોલીસ વિભાગે સત્તાવાર રીતે સાત પેકેટમાં 8 કિલો 192 ગ્રામ ડ્રગ્સ હોવાનું જણાવ્યું છે. આ પેકેટની એટલે કે મરેઝુઆનાની કિંમત 12 લાખ હોવાનું જાહેર કર્યું છે. પોરબંદરના અજઙ ના જણાવ્યા અનુસાર, પોરબંદરના દરિયા કિનારા પર હારબર પોલીસ મથક વિસ્તારમાંથી છ પેકેટ મળી આવ્યા હતા. અને માધવપુર પોલીસ ચોકી વિસ્તારમાં એક પેકેટ મરેઝુઆના નામનું ચરસ મળી આવ્યું છે. જેનું વજન ગાંધીનગર સ્થિત નરકોટિક્સ વિભાગના જણાવ્યા અનુસાર, કુલ 8 કિલો 192 ગ્રામ છે અને તેની અંદાજીત કિંમત 12 લાખ જેટલી આંકવામાં આવી છે.

કચ્છના દરિયાઈ કાંઠા વિસ્તારમાંથી 10 દિવસમાં કુલ 242 પેકેટ ચરસ અને કોકેઈના મળી આવ્યા છે. જેની કિંમત કરોડો રૂપિયા થવા જાય છે. આ ડ્રગ્સનો જથ્થો અફઘાનીસ્તાન રહેતા કનેધી શેખ ઉર્ફે સલીમ હાજી નામનો ડ્રગમાફિયા બ્લુચીસ્તાનના ગ્વાદર બંદર પરથી સપ્લાય કરતો હોવાનું બહાર આવ્યું છે. ગ્વાદર બંદરથી મોટી શીપમાં ડ્રગ્સ ગુજરાત તરફ રવાના કર્યા બાદ મધદરિયે માછીમારી બોટોમાં આ ડ્રગ્સ સૌરાષ્ટ્ર-કચ્છના સાગર કિનારા નજીક લઈ જવામાં આવે છે એન દરિયાકાંઠે નજીક જ માછીમારી બોટમાંથી ડ્રગ્સના પેકેટ દરિયામાં રેઢા મુકી દેવામાં આવે છે. ત્યારે તણાઈને દરિયાકાંઠે પહોંચી આવે છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement