For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

માવઠાની આગાહી વચ્ચે માથા ફાડ ગરમી, રાજ્યમાં સૌથી વધુ 43 સે. રાજકોટમાં

04:12 PM May 15, 2024 IST | Bhumika
માવઠાની આગાહી વચ્ચે માથા ફાડ ગરમી  રાજ્યમાં સૌથી વધુ 43 સે  રાજકોટમાં
Advertisement

વલસાડમાં માવઠા બાદ તાપમાન 7 ડિગ્રી સે. જેટલું વધી ગયું, 6 શહેરોમાં પારો 40ને પાર

હવામાન ખાતાની પાંચ દિવસની કમોસમી વરસાની આગાહી વચ્ચે પણ રાજકોટની જનતાને ગરમીથી કોઈ રાહત નથી મળી રહી સવારે 8 વાગ્યે પુરા થતા 24 કલાકમાં રાજ્યમાં સૌથી વધારે ગરમી રાજકોટમાં નોંધાઈ છે. આગની ભઠ્ઠી ચાલુ કરી હોય તેમ રાજકોટમાં 43.0 ડિગ્રી સે. જેટલું ઉંચુ તાપમાન નોંધાયું હતું. આ ઉપરાંત રાજ્યના અન્ય છ શહેરોમાં પણ તાપમાનનો પારો 40 ડિગ્રીને વટાવી ગયો હતો.

Advertisement

સમગ્ર ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ ત્રણ ઈંચ સુધીનો કમોસમી વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત 114 કિ.મી. સુધીની ઝડપનો પવન પણ ફૂંકાયો હતો. પરંતુ તેને લીધે ગરમીમાં કોઈ જ ઘટાડો નોંધાયો નથી. ગઈકાલે રાજ્યમાં અલગ અલગ છ શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર નોંધાયું હતું. તાપમાન ઘટનાની જગ્યાએ વધતા લોકો ગરમીથી સેકાઈ ગયા હતાં. કચ્છના ભૂજમાં 42.3 ડિગ્રી, ઉત્તર ગુજરાત ડિસામાં 40.3 ડિગ્રી, દક્ષિણ ગુજરાતના વલસાડ અને સુરતમાં અનુક્રમે 41.4 અને 40 ડિગ્રી, સૌરાષ્ટ્રમાં રાજકોટ-સુરેન્દ્રનગરમાં અનુક્રમે 43.0 અને 41.3 જેટલું ઉંચુ તાપમાન નોંધાયું હતું. રાજ્યમાં ગરમીમાં મોખરે રહેતા અમરેલીમાં થોડી રાહત મળતા તાપમાનનો પારો 40 ડિગ્રીથી નીચે ગગડી ગયો હતો.

રાજ્યમાં સૌથી વધારે ગાંધીનગરમાં તાપમાનમાં 4.6 ડિગ્રીનો ઘટાડો નોંધાતો 37 ડિગ્રી મહત્તમ તાપમાન થતાં ગરમીથી રાહત અનુભવાઈ હતી. જ્યારે જ્યાં માવઠુ પડ્યું તે વલસાડમાં ગરમીનો પારો 6.9 ડિગ્રી વધી જતાં તાપમાન 41.4 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું.

Advertisement
Tags :
Advertisement
Advertisement