For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અમેરિકામાં ગુજરાતી શ્ર્વેતા પટેલનો કાંડ

04:22 PM May 16, 2024 IST | Bhumika
અમેરિકામાં ગુજરાતી શ્ર્વેતા પટેલનો કાંડ
Advertisement

ફેડરલ એજન્ટ બની 1.5 મિલિયન ડોલર પડાવ્યા

વૃદ્ધાના નામનું નકલી ધરપકડ વોરન્ટ બનાવી ધાકઘમકી આપી વૃદ્ધાના પતિ પાસેથી જંગી રકમ પડાવી અને સોનું ખરીદી લીધું

Advertisement

અમેરિકાના ફ્લોરિડામાં પોલીસે દોઢ મિલિયન ડોલર ની છેતરપિંડીના કેસમાં શ્વેતા પટેલ (42) નામની ગુજરાતી મહિલાની ધરપકડ કરી છે. ફ્લોરિડામાં બ્રેડેન્ટન પોલીસ વિભાગ માને છે કે છેતરપિંડીમાં અન્ય કેટલાક લોકો પણ સામેલ હોઈ શકે છે. એપ્રિલમાં, પોલીસને ફરિયાદ મળી હતી કે એક 80 વર્ષીય અમેરિકન વ્યક્તિ સાથે 1.5 મિલિયન ડોલરની છેતરપિંડી કરવામાં આવી છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે વૃદ્ધ વ્યક્તિ સાથે છેતરપિંડી ફેબ્રુઆરી 2024માં શરૂૂ થઈ હતી. જેમાં બે લોકો કથિત રીતે ફ્રોડ ગેંગ સાથે સંકળાયેલા હતા. જેમણે તેની પાસેથી 1.5 મિલિયન ડોલર એકત્ર કર્યા હતા. તેઓ પહેલા પીડિતાના ઘરે પહોંચ્યા અને પછી વૃદ્ધને ધમકી આપી. આ દરમિયાન, તેણે વૃદ્ધા વિરુદ્ધ જારી કરાયેલ નકલી ધરપકડ વોરંટને ટાંકીને તેને ફેડરલ એજન્ટ ગણાવ્યો હતો.

આ કેસની તપાસ કરનાર પોલીસ અધિકારી જિમ કુરુલાનાના જણાવ્યા અનુસાર, પીડિતાના ઘરે આવેલા બે નકલી એજન્ટોએ શંકા ટાળવા માટે તેમના સુપરવાઈઝરને બોલાવવાનું નાટક કર્યું હતું. બનાવટી ફેડરલ એજન્ટની નકલી સુપરવાઇઝર તરીકે બોલતી એક મહિલાએ ચર્ચા કરી કે જો પીડિત જેલમાં જવા ન માંગતા હોય તો તેઓ શું કરી શકે. ત્યારબાદ તે જ મહિલા દ્વારા પીડિતાને દિવસમાં બે થી ત્રણ વખત ફોન કરવામાં આવ્યો હતો, જેણે પીડિતાને ખાતરી આપી હતી કે તે સામાજિક સુરક્ષા કૌભાંડ કરનારા લોકોને પકડવામાં પોલીસને મદદ કરી શકશે. આ માટે છેતરપિંડી કરનાર ટોળકીએ ફેક સ્ટિંગ ઓપરેશનની સ્ટોરી બનાવી અને પીડિતા પાસેથી 15 લાખ ડોલરનું સોનું ખરીદ્યું અને અલગ-અલગ જગ્યાએ તેમના માણસો પાસેથી સોનું પણ ભેગું કર્યું ફેડરલ એજન્ટો અને જે લોકોને તે સોનું પહોંચાડી રહ્યો હતો તેઓ સ્ટિંગ ઓપરેશન કરી રહ્યા હતા. જોકે વાસ્તવમાં એવું કંઈ નહોતું. પોલીસની મદદના બહાને ઠગ ટોળકી પીડિતાને છેતરતી હતી.

જ્યોર્જિયામાં રહેતી શ્વેતા પટેલે તેની ધરપકડ બાદ પોલીસને જણાવ્યું હતું કે આ કેસમાં તેનું કામ માત્ર બેગ ઉપાડવાનું છે અને કિંગ નામનો વ્યક્તિ તેને આ કામ માટે સૂચના આપતો હતો. શ્વેતાએ એ પણ કબૂલાત કરી હતી કે થોડા દિવસો પહેલા તેણે નોર્થ કેરોલિનાના એક વૃદ્ધ પાસેથી 25 હજાર ડોલર પડાવી લીધા હતા. આ કેસમાં પોલીસે અત્યાર સુધી ધરપકડ કરાયેલી એકમાત્ર આરોપી શ્વેતા પટેલ પર એક લાખ ડોલરથી વધુની ચોરીનો આરોપ લગાવ્યો છે. શ્વેતા પટેલ સામેના આરોપો એ ફર્સ્ટ-ડિગ્રીનો ગુનો છે, જે દોષિત ઠરે તો 30 વર્ષ સુધીની જેલ અને 10,000નો દંડ થઈ શકે છે. પોલીસને આશંકા છે કે આ રેકેટ અમેરિકાના અલગ-અલગ રાજ્યોમાંથી ચલાવવામાં આવી રહ્યું હોવાની સંભાવના છે. તાજેતરમાં અમેરિકાના વિવિધ રાજ્યોમાં આવા અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે જેમાં વૃદ્ધોને નિશાન બનાવી તેમની પાસેથી લાખો ડોલરનું સોનું પડાવી લેવામાં આવ્યું હતું અને આવા અનેક કેસમાં ગુજરાતીઓની ધરપકડ પણ કરવામાં આવી છે.

શ્ર્વેતા પટેલનું નામ કેવી રીતે આવ્યું ?
પીડિતાના નિવૃત્તિ ફંડમાંથી આ સોનું ખરીદવામાં આવ્યું હતું, જે પીડિતા ફ્રોડ ગેંગના લોકોને આપતી હતી. પીડિતને ખાતરી આપવામાં આવી હતી કે તેઓને પૈસા પાછા મળશે, પરંતુ છેતરપિંડી કરનાર ટોળકીએ 1.5 મિલિયનનું સોનું એકત્ર કર્યા પછી પીડિતાનો સંપર્ક કરવાનું બંધ કરી દીધું. ત્યારબાદ તેને શંકા ગઈ અને તેણે પોલીસને જાણ કરી. ફરિયાદ મળ્યા પછી, પોલીસે પીડિતાએ જ્યાં સોનું આપ્યું હતું તે સ્થળોના સર્વેલન્સ ફૂટેજની તપાસ કરી. કોર્ટમાં દાખલ કરાયેલી એફિડેવિટ મુજબ, પોલીસે પીડિતા પાસેથી સોનું એકત્રિત કરવા માટે ઉપયોગમાં લેવાતી કારને ટ્રેસ કરી હતી અને તેની તપાસ દરમિયાન શ્વેતા પટેલનું નામ સામે આવ્યું હતું.

Advertisement
Tags :
Advertisement
Advertisement