For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મહુવામાં સ્પાની આડમાં ચાલતું કૂટણખાનું ઝડપાયું: બેની અટકાયત

12:13 PM Apr 03, 2024 IST | Bhumika
મહુવામાં સ્પાની આડમાં ચાલતું કૂટણખાનું ઝડપાયું  બેની અટકાયત

ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં સ્પા સેન્ટરની આડમાં કુટણખાનુ ચલાવાતુ હોવાની પોલીસને મળેલી બાતમીના આધારે દરોડો પાડતા સ્પા સેન્ટરમાંથી સ્પા સેન્ટરના બે સંચાલકો મળી આવતા તેની ધરપકડ કરી હતી અને ધોરણસરની કાર્યવાહી કરેલ જ્યારે ભાવનગર શહેરમાં રહેતો એક શખ્સ ફરાર થતા તેને ઝડપી લેવા કવાયત હાથ ધરેલ છે.

Advertisement

ભાવનગર જિલ્લાના મહુવા ડીવાય.એસપી અંશુલ જૈન તથા પો.સ.ઇ. એસ.એ.ઝાલાને બાતમી મળેલ કે, મહુવા મેઘદુત સિનેમાંથી કાગબાપુ ચોક તરફ જતા રોડ પર આવેલ નોમીની બજાર કોમ્પલેક્ષમાં જાહીદભાઈ ઉસ્માનભાઇ સૈયદ રહે. ભાવનગર તથા વિપુલભાઇ રમણીકલાલ મહેતા રહે. મહુવા, વાળા ‘પટાયા ફેમીલી સ્પા નામનું સેન્ટર’માં સ્પાની આડમાં પોતાના આર્થીક લાભ સારૂૂ બહારથી ભાડુઆત સ્ત્રીઓને લાવી તેઓને પોતાના હવાલામાં રાખી બહારથી પુરૂૂષ ગ્રાહકોને બોલાવી તમામ સુવિધા પુરી પાડી દેહવ્યાપારની પ્રવુતિનો ધંધો કરી કટણખાનું ચલાવે છે.જે હકીકતને આધારે હકીકતવાળી જગ્યાએ રેઇડ કરતા. પટાયા ફેમીલી સ્પા સેન્ટર પર થાયલેન્ડની બે યુવતીઓ તથા ઇમરાનભાઇ સલીમભાઇ સોરઠીયા ઉ.વ.30 ધંધો પ્રા.નોકરી રહે.પીરવાડી, વરતેજ વાળા તથા વિપુલભાઇ રમણીકલાલ મહેતા ઉ.વ.44 ધંધો વેપાર રહે.ધાવડી ચોક, બ્લુ ડાયમંડ હોટલની સામે, મહુવા, વાળા રેઇડ દરમ્યાન હાજર મળી આવેલ જ્યારે જાહીદભાઇ ઉસ્માનભાઇ સૈયદ રહે, દેવજી ભગતના ધર્મશાળા પાસે, ભાવનગર સ્થળ પર હાજર નહિ મળી આવી ગુન્હો કરતા, મહુવા ટાઉન પો.સ્ટે.માં ધી ઇમોરલ ટ્રાફીક એક્ટ મુજબ ગુન્હો રજી. કરી આગળની તપાસ મહુવા પો.સ્ટે.ના પો.સ.ઇ. એસ.એ.ઝાલા ચલાવી રહેલ છે. હાલ આરોપીઓને એરેસ્ટ કરી પુછપરછ કરી વધુ તપાસ ચાલી રહી છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement