For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મોરબીમાં કાર ભાડે લઇ પરત નહિ કરવાનું કૌભાંડ

12:19 PM Apr 19, 2024 IST | Bhumika
મોરબીમાં કાર ભાડે લઇ પરત નહિ કરવાનું કૌભાંડ

રાજકોટ ક્રાઇમબ્રાંચ અને માળીયા પોલીસે સંયુક્ત રીતે શરૂૂ કરી કાર્યવાહી દોઢ મહિના પહેલા ભાડેથી આપેલી કાર પરત ન કરાતા મામલો પોલીસમાં પહોંચ્યો છે અને મોરબી પંથકમાંથી વાહનો ભાડે લઈ જઈ પરત નહીં કરવાનું મોટુ કૌભાંડ ક્રાઈમ બ્રાંચે ઝડપી લઈ પાંચ વાહનો કબજે કર્યા છે જ્યારે 20 જેટલા વાહનો કબજે કરવાની કવાયત હાથ ધરી છે. આ કૌભાંડ અંદાજે રૂા.5 કરોડનું હોવાનું જાણવા મળી રહ્યું છે.

Advertisement

શહેરમાં કાર ભાડે લઇ ગયા બાદ પરત નહિ કરવાના તેમજ અન્યને વેચી દેવાના સમયાંતરે બનાવો પ્રકાશમાં આવતા રહે છે. ત્યારે ગુરુવારે રાજકોટના તાલુકા પોલીસ મથકમાં મવડી ગામના હાર્ડવેરના ધંધાર્થીએ કોઠારિયાના આકાશ ઉર્ફે અક્કી પટેલ અને જામનગરના બિલાલશા હશનશા શાહમદાર નામના શખ્સોને દોઢ મહિના પૂર્વે ભાડે આપેલી રૂૂ.20 લાખના કિંમતની કાર આજ દિવસ સુધી પરત નહિ કરતા ફરિયાદ નોંધાવી હતી. ભાડે કાર લઇ ગયા બાદ ભાડું કે વાહન પરત નહિ કરી વિશ્વાસઘાતના વધી રહેલા બનાવને પગલે તપાસમાં ક્રાઇમ બ્રાંચની ટીમે ઝંપલાવ્યું હતુ.

પોલીસ તપાસ દરમિયાન આકાશ ઉર્ફે અક્કી અને બિલાલશાએ આ રીતે અનેક લોકોની મોંઘી મોટરકારો ભાડે લેવાના બહાને છેતરપિંડી કરી હોવાનું જાણવા મળ્યું હતું. જેથી તપાસ શરૂૂ કરતા મોરબી પંથકમાંથી બેલડીએ કળા કરી મેળવેલી પાંચ કારને કબજે કરવામાં સફળતા મળી હતી. પોલીસની તપાસ જેમ જેમ આગળ વધતા ઢગ બેલડીએ અંદાજિત પાંચેક કરોડના કિંમતની મોટરકારો ભાડે મેળવ્યા બાદ ઠગાઇ કર્યાની વિગતો જાણવા મળી હતી. ક્રાઇમ બ્રાંચના પીઆઇ ગોંડલિયાએ પણ આ બનાવને સમર્થન આપ્યું છે અને હજુ છેતરપિંડીથી મેળવેલી અનેક મોટરકારો મળવાની સંભાવના છે. ક્રાઇમ બ્રાંચે બે અલગ અલગ ટીમો બનાવી મોટરકાર કબજે કરવા તેમજ આરોપી બેલડીને સકંજામાં લેવા દોડધામ શરૂૂ કરી છે. ઠગ બેલડી સકંજામાં આવ્યા બાદ બંનેએ આચરેલા કૌભાંડો પ્રકાશમાં આવશે તેમજ તેમની સાથે અન્ય કોની કોની સંડોવણી છે તે બહાર આવશે તેમ પોલીસ સૂત્રે જણાવ્યું છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement