For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

SBI ઓફિસર્સ એસોસિએશનના પ્રમુખ તરીકે નિલેશ રાડીયા, જનરલ સેક્રેટરી તરીકે રંજન કરણ ચૂંટાયા

04:34 PM Dec 29, 2023 IST | Sejal barot
sbi ઓફિસર્સ એસોસિએશનના પ્રમુખ તરીકે નિલેશ રાડીયા  જનરલ સેક્રેટરી તરીકે રંજન કરણ ચૂંટાયા

સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ઓફિસર્સ એસોસિએશન અમદાવાદ સર્કલની 2023-2028 ની ટર્મ માટે તારીખ 22.12.2023 ના રોજ ગુજરાતના આશરે 68 સેન્ટરો પર એક સાથે ચૂંટણીનું આયોજન થયેલ હતું. જેમાં આશરે 4400 સભ્યોમાંથી લગભગ 82% ઓફિસર્સ દ્વારા મતદાન કરવામાં આવેલ હતું.
મત ગણતરી દરમ્યાન રંજન કરણ, જનરલ સેક્રેટરી તરીકે તેમજ નિલેશ રાડિયા પ્રમુખ ગુજરાત રાજય તરીકે, રાજકોટ મોડયુલના પવન શર્મા ડેપ્યુટી જનરલ સેક્રેટરી તરીકે તેમજ હરપાલસિંહ જાડેજા આસિ. જનરલ સેકેટરી રાજેશભાઈ કચોટ, વાઇસ પ્રેસિડન્ટ તરીકે, કારોબારી સભ્યો - રાજેશ ડાંગર, રાકેશ રંજન, જયેશ પરમાર, રીજ્યોનલ સેકેટરી તરીકે અભિષેક શર્મા, નયનેશ નકુમ, ભાવિન કનખરા, પ્રવીણ ગેહલોત, પરેશ જેઠવા, સુખદેવસિંહ જાડેજા જંગી બહુમતીથી ચૂંટાઈ આવેલ હતા. તમામ ઓફિસર મેમ્બર્સ તમામ વોલન્ટિયર્સ તમામ શુભેચ્છક તથા સમગ્ર ટીમ સાથે બેન્કના હિતોને સર્વોપરી રાખી ને તમામ સભાસદોના હિત જાળવવા દિવસ રાત કાર્યશીલ રહેવાનો પ્રમુખે કોલ આપ્યો હતો. સમગ્ર ચૂંટણી પ્રક્રિયાને પાર પાડવા બદલ ચૂંટણી કમિશ્નર જતીન સોલંકી, રવિ સોલંકી, પરાગ બુચ તથા મયંક ટંડનનો આભાર વ્યક્ત કરેલ હતો.
એસ.બી.આઇ. પેન્શનર એસો. રાજકોટ મોડ્યુલના પદાધિકારીઓ શરદભાઈ દવે, અનુપમભાઇ દોશી, દક્ષિણીભાઈ તથા કે. સી. પંડ્યા તથા એસ.સી.એસ.ટી. વેલ્ફેરના નલિનભાઈ રાણા દ્વારા સમગ્ર રાજકોટ ટીમનું સન્માન કરવામાં આવેલ હતું.
આ પ્રસંગે બેન્ક મેનેજમેંટના એ.જી.એમ. નીરજભાઈ જોષી, પ્રકાશભાઇ જાની, શંકર નારાયણ અય્યર, પાત્રા, અનિલભાઇ જોશી, કનકસિંહ ઝાલા, અજયભાઈ જોબનપુત્રા, હર્ષભાઈ દલાલ તથા ખૂબજ બહોળી સંખ્યામાં અધિકારીઓએ ઉપસ્થિત રહી અભિનંદન પાઠવ્યા હતા.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement