For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

'જેટલાને બચાવવા હોય એટલાને બચાવી લો...' સુરતના સૌથી મોટા VR મોલને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

06:35 PM Apr 09, 2024 IST | Bhumika
 જેટલાને બચાવવા હોય એટલાને બચાવી લો     સુરતના સૌથી મોટા vr મોલને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

Advertisement

સુરતમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સુરતના સૌથી મોટો VR મોલને બ્લાસ્ટ કરવાનો ધમકી ભર્યો મેઈલ મળ્યો છે. આ ધમકીભર્યો મેઇલ મળતા ખળભળાટ મચી ગયો હતો. પોલીસ તુરંત એક્શન મોડમાં આવી હતી અને મોલને ખાલી કરવામાં આવ્યો હતો. મેઈલ મળતા જ તાત્કાલિક મોલ ખાલી કરવા માટે સૂચના અપાઈ છે. મોલ મેનેજમેન્ટે કર્મચારીઓને બહાર નીકળવાની સૂચના આપી છે. અફરાતફરી વચ્ચે કેટલાક લોકો નીચે પડ્યા હતા. જેને લઈને તેમને ઈજા પહોંચી છે.

સુરત VR મોલને એક મેઈલ આવ્યો જેમાં લખ્યું હતું કે, 'જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે'. આ ધમકી ભર્યો મેઇલ મળતા જ ક્રાઈમ બ્રાન્ચ, SOG, બોમ્બ-સ્ક્વોડ ઘટનાસ્થળે પહોંચ્યુ હતું. ઉમરા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. લોકોમાં ભયનો માહોલ છવાયો હતો. મેઇલ મળતાની સાથે જ મેનેજમેન્ટ દ્વારા બધાને જાણ કરવામાં આવી હતી.

Advertisement

પોલીસ અધિકારીએ આ અંગે જણાવ્યું કે, 'VR મોલમાં એક મેઈલ આવેલો છે કે VRમાં કોઈ બોમ્બ મુકવામાં આવેલો છે, જે મોર્નિંગમાં બ્લાસ્ટ થશે. પોલીસની ટીમ, એસઓજી ક્રાઈમ, ડોગ સ્ક્વૉડ સહિતની ટીમ તપાસ થઈ રહી છે. હાલ મોલ ખાલી કરવાનું અને ચેક કરવાનું ચાલી રહ્યું છે. અમારી તમામ ટીમો ચેકિંગ કરી રહી છે.'

Advertisement
Tags :
Advertisement
Advertisement