For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જૂનાગઢમાં હુમલામાં ઘવાયેલા યુવકે દમ તોડ્યો: બનાવ હત્યામાં પલટાયો

02:01 PM Dec 21, 2023 IST | Sejal barot
જૂનાગઢમાં હુમલામાં ઘવાયેલા યુવકે દમ તોડ્યો  બનાવ હત્યામાં પલટાયો

જૂનાગઢમાં રહેતા યુવકને જો દારૂૂડિયો આવ્યો એમ કહી ગાળો ભાંડતા શખ્સને ગાળો બોલવાની ના પાડતા યુવાન ઉપર આરોપીઓએ છરી વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવાનને રાજકોટ સારવારમાં દમ તોડતા બનાવ હત્યામાં પલટાયો હતો. યુવાનના મોતથી પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ જૂનાગઢમાં બિલખા રોડ ઉપર આવેલા આંબેડકરનગરમાં રહેતા જીગ્નેશ ચંદુભાઈ વાળા નામનો 26 વર્ષનો યુવાન રાત્રિના આઠેક વાગ્યાના અરસામાં પોતાના ઘર પાસે હતો ત્યારે પાડોશમાં જ રહેતા મયુર સોલંકી સહિતના શખ્સોએ ઝઘડો કરી છરી વડે હુમલો કર્યો હતો હુમલામાં ઘવાયેલા યુવકને ગંભીર ઇજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે જૂનાગઢ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં ગંભીર રીતે ઘવાયેલા જીગ્નેશ વાળાએ ટૂંકી સારવાર દરમિયાન હોસ્પિટલના બિછાને દમ તોડી દેતા બનાવ હત્યામાં પલટાયો હતો. યુવાનના મોતથી પરિવારમાં અરેરાટી સાથે કરૂૂણ કલ્પાંત સર્જાયો હતો. આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે જુનાગઢ પોલીસને જાણ કરતા જુનાગઢ પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. પોલીસે જરૂૂરી કાર્યવાહી કરી યુવકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડ્યો હતો. પોલોસે હુમલાખોર શખ્સ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.
પ્રાથમિક પૂછપરછમાં જીગ્નેશ વાળા બે ભાઈ એક બહેનમાં નાનો અને અપરિણીત છે મિત્રના ઘર પાસે હતો ત્યારે મયુર સોલંકીએ જો દારૂૂડિયો આવ્યો તેમ કહી ગાળો ભાંડી હતી જેથી જીગ્નેશ વાળાએ ગાળો દેવાની ના પાડતા મયુર સોલંકી સહિતના શખ્સોએ હુમલો છરી વડે હુમલો કરી માર મારતા ગંભીર રીતે ઘવાયેલા યુવાનનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ હત્યાની ઘટનામાં મૃતક યુવાન અને તેના ભાઈ વિરુદ્ધ પણ પોલીસ ચોપડે ફરિયાદ નોંધાઈ હતી. જ્યારે હત્યારા મયુર સોલંકીને પોલીસે ઝડપી લઈ જેલ હવાલે કર્યો છે. અને અન્ય આરોપીની શોધખોળ હાથ ધરી છે.
બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement