For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સાવરકુંડલામાં 20000 લોકોને રોજગારી આપતો હીરા ઉદ્યોગ હાલ મંદીના ભરડામાં

01:04 PM Dec 06, 2023 IST | Sejal barot
સાવરકુંડલામાં 20000 લોકોને રોજગારી આપતો હીરા ઉદ્યોગ હાલ મંદીના ભરડામાં

સાવકુંડલા શહેર તાલુકા માં રત્ન કલાકારોની રોજી રોટી ક્યારે શરૂૂ થશે તે મોટો સવાલ ઊભો થયો છે... ત્યારે સાવરકુંડલા માં દિવાળી પહેલા 110 જેટલા હીરાના કારખાના હતા જે હાલ માત્ર 10% માંડ થઈ ગયા છે. જે 20000 લોકોને રોજગારી આપ તો આ ઉદ્યોગ હાલ માત્ર 2000 લોકોને માંડ માંડ રોજગારી આપે છે...
રશિયા અને ઈઝરાયેલ બંને દેશમાંથી મોટા પ્રમાણમાં ભારતને આયાત થતી હતી જે યુદ્ધને કારણે રફ ની આયાત અટકી ગઈ છે અને અન્ય દેશોની રફ ખરીદવી પડે છે જે બહુ મોંઘી હોય છે અને પરવડે તેવી સ્થિતિ પણ નથી... જેના કારણે દિવાળીનું જ્યારે વેકેશન પડ્યું ત્યારે કારખાના ફરી ક્યારે ખુલશે તે પણ જણાયું ન હતું જેથી રત્નકલાકારો હજુ વતનમાં છે અને આ બેરોજગારી ની સ્થિતિ ઊભી થઈ છે...આવી સ્થિતિ પહેલા 2008 માં જોવા મળી હતી પણ આ કપરી સ્થિતિ જોતા 2023 ની મંદી પહેલાની મંદી ને ભુલાવે તેવી છે...
જ્યારે આ મંદીના અનુસંધાને સાવરકુંડલા ડાયમંડ એસોસિયેશનના પ્રમુખ કરશનભાઈ ડોબરીયાએ જણાવ્યું હતું કે આ વર્ષ પણ હજુ નબળું દેખાય છે અને યુરોપ દેશમાં આ ડાયમંડ તૈયાર થઈને જાય છે જ્યાં અત્યારે યુદ્ધનો માહોલ છે. જો રશિયા અને યુક્રેન નું યુદ્ધ બંધ થાય તો સ્થિતિ સુધરે અને રોજગારી વ્હેલી તકે પાછી પ્રાપ્ત થવા લાગે.... ત્યારે રત્ન કલાકારો ની સરકાર પાસે એટલી જ આશા છે કે સરકાર ાર કાપવાનું બંધ કરે તો ઘણી રાહત મળશે... પણ હાલ જે રોજગારી માટે હીરા ઉદ્યોગમાં બહાર સ્થિત હતા તે હજુ વતનમાં રોકાણા છે અને આ ઉદ્યોગ ક્યારે ધમધમે અને ફરીથી રોજગારી મેળવી શકે તે આશા જોઈ રહ્યા છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement