તરુણી ઉપર દુષ્કર્મ આચરનાર પિતરાઇને અંતિમ શ્વાસ સુધીની કેદ
અમરેલી શહેરના કુકાવાવ રોડ ઉપર રહેતા એક હેવાન શખ્સે તેની એક કૌટુંબીક સગીર બહેનને અઢી વર્ષ પહેલાં રાત્રીના સમયે લગ્ન કરવાની લાલચ બતાવી પ્રેમજાળમાં ફસાવી પોતાને જાતીય સુખ મેળવવા અને તેણી સાથે બદકામ કરવાના ઇરાદે અપહરણ કરી લઈ જઈ અમદાવાદ ખાતે આવેલ એક મંદિરમાં ભગવાનની સાક્ષીએ તરૂૂણીના માથામાં સિંદુર પુરી, મંગળસુત્ર પહેરાવી ગાંધર્વ વિવાહ પણ કરી લીધા હતા. આ અંગેનો કેસ અત્રેની કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલની ધારદાર દલીલોને કોર્ટે માન્ય રાખી આરોપીને જીવનનાં અંતિમ શ્વાસ સુધીની કેદ તથા રૂ.1,45,000 નો દંડ તેમજ ભોગ બનનાર તરૂૂણીને રૂૂ.8 લાખનું વળતર ચુકવવાનો હુકમ કર્યો હતો.
આ આ કેસની હકીકત મુજબ અમરેલી શહેરના છેવાડાના વિસ્તારમાં રહેતી એક તરૂૂણીને અમરેલીના કુંકાવાવ જકાતનાકા પાસે આવેલ સુળીયાીંબા વિસ્તારમાં રહેતા તેણીના જ કૌટુંબિક ભાઈ પરેશ ઉર્ફે પલ્લો આંબાલાલ ઉર્ફે અંબાલાલ ઘાધલએ પોતાની જ કૌટુંબિક બહેન સગીરવયની હોવાનું જાણવા છતાં તરૂણીના સ્કૂલના રસ્તામાં અવાર નવાર બેસી એકીટશે તેણી સામે જોયાં કરી, તેણીને પ્રેમ સંબંધ રાખવાનું કહેવડાવી તથા લગ્ન કરવાની લાલચ બતાવી, સારા સારા સ્વપના બતાવી તરૂૂણીને પ્રેમજાળમાં ફસાવી પોતાને જાતીય સુખ મેળવવા અને તેણી સાથે બદકામ કરવાના ઇરાદે અઢી વર્ષ પહેલાં રાત્રીના સવા બે વાગ્યાના સમયે મળવા માટે બોલાવી પોતાના હવાલા વાળા મોટર સાયકલ ઉપર બેસાડી અમરેલી કુંકાવાવ રોડ ઉપર જગુપુલ પાસે, ઠેબી નદીને અડીને આવેલ ઝાડી ઝાંખરામાં અવાવરૂ જગ્યાએ લઈ જઈ તેણીની ઇચ્છા વિરૂૂધ આરોપી કૌટુંબિક ભાઈએ તરૂૂણી ઉપર બે વખત દુસ્કર્મ તથા સુષ્ટી વિરૂૂધનું કૃત્ય આચર્યું હતું. બાદમાં તરૂણીનું અપહરણ કરી ભગાડી લઈ જઈ અમરેલીથી અમદાવાદ લઈ જતા રસ્તામાં બસ ઉભી રહેલ ત્યારે પણ રસ્તામાં તરૂૂણી સાથે સૃષ્ટિ વિરૂધનું કૃત્ય કર્યું હતું. અને આ ભોગ બનનાર તરૂૂણી પોતાની કૌટુંબિક બહેન થતી હોવાનું જાણવા છતાં પણ આરોપીએ અમદાવાદ ખાતે લાંભા મુકામે આવેલ એક મંદિરમાં ભગવાનની સાક્ષીએ તરૂૂણીના માથામાં સિંદુર પુરી, મંગળસુત્ર પહેરાવી ગાંધર્વ વિવાહ પણ કરી લીધા હતા. આ અંગે ભોગ બનનાર તરુણીના પરિવારે આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો.
આ અંગેનો કેસ અમરેલીની ત્રીજા એડી. ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ તથા સ્પે. પોકસો કોર્ટમાં ચાલી જતાં બંને પક્ષની રજુઆત બાદ સરકારી વકીલ જે.બી.રાજગોર દ્વારા રજૂ રાખવામાં આવેલ ઉચ્ચ અદાલતના ચુકાદાઓ અને કરેલી ધારદાર દલીલોને કોર્ટે માન્ય રાખી સ્પે.જજ યોગેશકુમાર એ. ભાવસારે આરોપી પરેશ ઉર્ફે પક્ષો આંબાલાલ ઉર્ફે અંબાલાલ ધાધલને જીવનનો અંતિમ શ્વાસ સુધીની જેલની કેદ તથા અલગ અલગ આઈ.પી.સી. કલમ નીચે રૂ.1,45,000 ના દંડની સજા તથા ભોગ બનનાર તરૂૂણીને રૂૂ.8 લાખના વળતર ચુકવાનો હુકમ કર્યો હતો. આ કેસમાં સરકાર પક્ષે સરકારી વકીલ જે.બી.રાજગોર રોકાયા હતા.