For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સાવરકુંડલાના મેકડા ગામે આધેડ અને મોટા લીલિયામાં મહિલાનો આપઘાત

11:47 AM Dec 13, 2023 IST | Sejal barot
સાવરકુંડલાના મેકડા ગામે આધેડ અને મોટા લીલિયામાં મહિલાનો આપઘાત

અમરેલી જિલ્લામાં આત્મહત્યાની ઘટના અવાર-નવાર બનાવો બની રહ્યા છે ત્યારે અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના મેકડા ગામે અગમ્ય કારણોસર આધેડે આત્મહત્યા કરી લીધી ત્યારે મોટા લિલીયા મા મહીલા નો આપઘાત આ ઘટના ને લઈને એરરાટી ફેલાઈ હતી.
સાવરકુંડલા તાલુકાના મેકડા ગામે રહેતા જગદીશભાઇ લક્ષ્મણભાઇ માલાણી (ઉ.વ 55) એ અગમ્ય કારણોસર જંતુનાશક દવા પી જતા સારવાર દરમિયાન મોત થયું હતું. આ ઘટના ને લઈને પરીવાર મા શોકનો માહોલ છવાયો હતો.
બીજી ઘટના મોટા લિલીયા ગામે બની હતી મોટા લિલીયા ગામે રહેતી નાનકીબેન ઝવેરસિંહ બામણીયા એ અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી લેતા સારવાર દરમિયાન મોત થયું હતું આ ઘટના ને લઈને પરીવાર મા શોકનો માહોલ છવાયો હતો આ ઘટના ની જાણ પરિવાર દ્વારા પોલીસ મા થતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement