બગસરા એસ ટી ડેપોમાં પાસ માટે વિદ્યાર્થીઓના વલખાં
બગસરા એસટી ડેપોમાં વિદ્યાર્થીઓને ભાઈ બહેનોને પાસ માટે વલખા મારવા પડ્યા (સમીર વિરાણી દ્વારા) બગસરા એસટી ડેપોમાં છેલ્લા છ દિવસ થયા વિદ્યાર્થીઓને પાસ માટે વલખા મારવા પડે છે બગસરા એસટી ડેપોમાં સ્કૂલના તથા કોલેજના વિદ્યાર્થી ભાઈ બહેનો ને પાસ કઢાવવા અનેકવાર ધક્કા ખાવા પડ્યા છે અને છેલ્લા છ દિવસથી ટિકિટ ભાડા ખરચીને ફુલ ટિકિટમાં વિદ્યાર્થીઓ અપડાઉન કરે છે અને પૂછવામાં આવતા એસટી ડેપોમાં ત્યાંના જવાબદાર વ્યક્તિ દ્વારા જણાવ્યું કે અમારી વેબસાઈટ બનશે તો છેલ્લા છ દિવસ થયા વિદ્યાર્થીઓને પોતાનો ભણતર બગાડીને પાસ માટે લાઈનમાં ઉભા રહી અને પાસ મેળવવા માટે રાહ જોવી પડે છે ત્યારે ફરી એક જ વાત આવીને ઊભી રહે છે કે વેબસાઈટ બનશે આવું અનેક વાર બનતું રહ્યું છે ત્યારે વિદ્યાર્થીઓની માંગ એવી છે કે છેલ્લા છ દિવસ થયા અમારો ફુલ ટિકિટમાં જવું પડે છે તેમને રાહત આપે તેવી માંગણી ઉઠી છે.