રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

સાવરકુંડલા પૂર્વ ભાજપ પ્રમુખ સહિત છ ને જેલની સજા

11:42 AM Dec 29, 2023 IST | Bhumika
Advertisement

સાવરકુંડલામાં વણિક મહિલા સાથે મારામારી કરવાના કેસનો ચુકાદો આવતા ભાજપના આગેવાન ને પરિવારજનો સાથે સાવરકુંડલા સિવિલ જજે કેદની સજા ફટકારી છે. આ કેસની જાણવા મળતી મુજબ આજથી 20 વર્ષ પહેલા તારીખ 18/4/2004 ના સાંજના 6થી 6/30ના સમય ગાળામાં સાવરકુંડલા ભાજપના આગેવાન હીરાભાઈ વશરામભાઈ ચૌહાણ તેમના પુત્ર પિયુષભાઈ ચૌહાણ, ધર્મેન્દ્ર હીરાલાલ ચૌહાણ, પત્ની નિર્મલાબેન હીરાલાલ ચૌહાણ, પુત્રવધૂ મીનાબેન ધર્મેન્દ્ર ચૌહાણ, પૂત્રી વર્ષાબેન હીરાભાઈ ચૌહાણ અને તેમના સાગ્રીત કનુભાઈ રણછોડભાઈ રાઠોડે દેવળા ગેટ પાસે આવેલા વણોટ બિલ્ડીંગ નામના મકાનમાં તેમના મકાન માલિક કિરણબેન અમૃતલાલ દોશી સાથે તકરાર ચાલતી હોય કિરણબેન દ્વારા ભાડુઆત હીરાલાલ વશરામભાઈ ચૌહાણ ઉપર મકાન ખાલી કરાવવા નોટિસ આપી કોર્ટમાં કેસ કરેલ હોય તેનું મન દુ:ખ રાખી ઉપરોક્ત સાતેય આરોપીઓએ ફરિયાદી કિરણબેન અમૃતલાલ દોશીના મકાનમાં ગેરકાયદે પ્રવેશ કરી કિરણબેન ઉપર સાંબેલું તથા લાકડી વડે હુમલો કરી ફેક્ચર જેવી ગંભીર ઇજા પહોંચાડતા બાજુમાં રહેતો કિરણબેનનો કુટુંબીભાઈ રમેશભાઇ કિરણબેનને છોડાવવા આવતા તેને પણ આરોપીઓ પૈકી કનુ રણછોડ રાઠોડે ગળાના ભાગે ઇજા કરતા બન્નેને તાત્કાલિક પ્રાથમિક સારવાર સાવરકુંડલા હોસ્પિટલમાં આપી કિરણબેનને વધુ સારવાર માટે અમરેલી સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા આ બાબતની પોલીસ ફરિયાદ કિરણબેને તારીખ 18/4/2004ના રોજ અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે જ લખાવીહતી જે ફરિયાદનો કેસ સાવરકુંડલા પ્રિન્સિપલ સિનિયર સીવીલ જજ સમક્ષ શરૂ થતા સરકાર તરફે વકીલ એચ.એમ.ત્રિવેદી રોકાયેલા જ્યારે આરોપી તરફે વકીલ કેશુભાઈ વાઘેલા અને બી. એસ બલદાણીયા રોકાયેલા બન્ને પક્ષના વકિલોએ પોત પોતાના અસીલોના બચાવમાં દલીલો કરેલ ત્યારે જજએ સરકારી વકીલ એચ.એમ. ત્રિવેદીની દલીલો પોલીસની યાદી, હોસ્પિટલ પેપર અને ડોકટરની રૂબરૂ જુબાની અને સાહેદોની જુબાની ગ્રાહ્ય રાખી ફરિયાદીની ફરિયાદ હકીકત ગ્રાહ્ય રાખી અબળા મહીલા ઉપર હુમલા કરવાના ગુનાની ગંભીરતા જોતા ઉપરોક્ત સાત આરોપીઓ પૈકી હીરાભાઈ ચૌહાણ મરણ ગયેલ હોય બાકીના છ આરોપીઓને દોઢ વર્ષની કેદની સજા અને પ્રત્યેકને ₹4,000 દંડ અને દંડનો ચૂકવે તો વધુ 30 દિવસની સાદી કેદની સજાનો હુકમ કર્યો છે આ સાથે અગાઉ આપેલા જામીન અને જાત મૂચરકા પણ રદ કરી દીધા હોવાની જાહેરાત કરતા સાવરકુંડલાના રાજકીય વર્તુળમાં ઘેરા પડઘા છે અત્રે ઉલ્લેખનીય છે કે આરોપીઓ પૈકી ધર્મેન્દ્ર ચૌહાણ ભૂતકાળમાં શહેર ભાજપ પ્રમુખ તરીકે, પાલીકા સદસ્ય તરીકે અને હાલમાં અમરેલી જિલ્લા બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખ તરીકે હોદો ધરાવે છે જ્યારે તેમના પત્ની મીનાબેન ચૌહાણ નાગરિક સહકારી બેંકમાં મહિલા ડિરેક્ટરનો હોદો ધરાવે છે તો સાગરીત કનુભાઈ રાઠોડ પણ પાલીકા સદસ્ય રહી ચુક્યો છે આ ચકચારી કેસનો તા. 26/12ના રોજ ચુકાદો જાહેર થતાં સાવરકુંડલા શહેર અને પંથકમાં ઘેરા પડઘા પડ્યા છે અને સમગ્ર જિલ્લામાં તેની ચર્ચા થઈ રહી છે.

Advertisement

Tags :
jailPresidentsentencedSix including former Savarkundla BJPto
Advertisement
Next Article
Advertisement