ભાવનગરમાં જુગાર રમતાં છ પત્તાપ્રેમી ઝડપાયા
ભાવનગરની એલસીબી પોલીસે જશવંતપુરા ગામે જુગાર રમતા છ શખ્સોને ઝડપી લીધા હતા. મળતી માહિતી મુજબ ભાવનગર એલ.સી.બી. સ્ટાફ વેળાવદર ભાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન વનરાજભાઇ ખુમાણ હેડ કોન્સ.,એલ.સી.બી., ભાવનગરને બાતમી મળેલ કે, જસવંતપુરા ગામે વલ્લભાઇ ચુડાસમાના મકાનની બાજુમા આવેલ ખુલ્લા પ્લોટમા જાહેર જગ્યામાં અમુક માણસો ગંજીપત્તાના પાના-પૈસાથી હારજીતનો જુગાર રમે છે. આ બાતમી આધારે રેઇડ કરતાં છ શખ્સો જુગાર રમતા ઝડપાયા હતા.
જુગાર રમતા ઝડપાયેલાઓમાં નરેશભાઇ ધીરૂૂભાઇ પરમાર, રામજીભાઇ ભાવસંગભાઇ રાઠોડ, વિક્રમભાઇ ભાવુભાઇ મકવાણ, શૈલેષભાઇ વલ્લભભાઇ ચુડાસમા, વિક્રમભાઇ જયંતીભાઇ મકવાણા, શંકરભાઇ કાનજીભાઇ મકવાણાનો થાય છે. પોલીસે આ શખ્સો પાસેથી જુગારનું સાહિત્ય તથા રૂ.22,130/- મળી કુલ કિ.રૂ.28,200/-નો મુદ્દામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી કરી હતી.
આ કામગીરી માં પોલીસ ઇન્સ. કે.એસ.પટેલ, પો.સબ ઇન્સ. બી.એચ.શીંગરખીયા, પી.બી.જેબલીયા તથા પોલીસ કર્મચારી વનરાજભાઇ ખુમાણ, જગદેવસિંહ ઝાલા, લગ્ધીરસિંહ ગોહિલ, જયદિપસિંહ રઘુભા, હસમુખભાઇ પરમાર, ભોજુભાઇ બરબસીયા જોડાયા હતા.