For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કેશોદમાં તાંત્રિક વિધિના નામે યુવતી ઉપર દુષ્કર્મ, પાંચ સામે ફરિયાદ

01:00 PM Dec 16, 2023 IST | Sejal barot
કેશોદમાં તાંત્રિક વિધિના નામે યુવતી ઉપર દુષ્કર્મ  પાંચ સામે ફરિયાદ

જૂનાગઢ જિલ્લામાં દુષ્કર્મની વધુ એક ચકચારી ઘટના બહાર આવી છે. જિલ્લાના કેશોદ ખાતે તાંત્રિકવિધિના નામે ભોળવી એક યુવતી પર દુષ્કર્મ આચરવાની ઘટના પોલીસ દફતરે નોંધાઈ છે. આ બારામાં પાંચ શખ્સો સામે ગુનો દાખલ કરવામાં આવતાં ભારે ચકચાર મચી જવા પામી છે. પોલીસે દુષ્કર્મનો ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા માટે દોડધામ શરૂ કરી છે.
મળતી માહિતી મુજબ કેશોદમાં રહેતી એક યુવતીને તાંત્રિકવિધિ દ્વારા રૂપિયાનો વરસાદ કરવાની લાલચ આપી ચીટર ટોળકીએ પોતાની જાળમાં ફસાવી હતી અને થોડો સમય તેને વિધીના નામે સંપર્કમાં રાખી યુવતીનું બે્રેઈનવોશ કરી તેની ઉપર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો.
આ ઘટના અંગે યુવતીએ ગઈકાલે સાંજે પાંચ જેટલા શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવતાં પોલીસે મુખ્ય આરોપી એવા તાંત્રિક તેમજ તેના સાગ્રીતોને પકડવા માટે દોડધામ શરૂ કરી છે.
મળતી માહિતી મુજબ આ તાંત્રિક ટોળકીએ અન્ય લોકો સાથે પણ તાંત્રિકવિધીના નામે ચીટીંગ કર્યુ હોવાનું બહાર આવી રહ્યું છે. પોલીસે પાંચેય આરોપીઓને પકડવા માટે જાળ બિછાવી છે અને આ ટોળકી પકડાયા બાદ આવા અનેક કિસ્સાઓ બહાર આવવાની શકયતા દર્શાવવામાં આવી રહી છે. પોલીસ સુત્રોના કહેવા મુજબ છેલ્લા કેટલાક સમયથી આ ટોળકીએ તાંત્રિકવિધિના નામે યુવતીને પોતાની જાળમાં ફસાવી હતી અને તેણીને પૈસાનો વરસાદ કરવાના નામે તેની ઉપર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આ સમગ્ર ઘટના ક્રમમાં પાંચ શખ્સોની સંડોવણી બહાર આવી છે. તેમાંથી કેટલાક શખ્સોએ દુષ્કર્મ આચર્યુ છે તે અંગે કોઈ વિગતો જાહેર કરાઈ નથી.
પોલીસ દ્વારા પણ આ ફરિયાદને સંવેદનશિલ ગણી હજુ સુધી નામો જાહેર કરવામાં આવ્યા નથી પરતુ સાંજ સુધીમાં આરોપીઓને ઝડપી લીધા બાદ સમગ્ર ઘટના અંગે જાહેરાત કરવામાં આવે અને આરોપીઓના કરતૂતો બહાર આવે તેવી શકયતા દર્શાવવામાં આવી રહી છે. આ ઘટના બનતા કેશોદ પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે. અગાઉ પણ જૂનાગઢ જિલ્લામાં તાંત્રિકવિધિના નામે ચીટીંગ અને દુષ્કર્મની અનેક ઘટનાઓ બનવા પામી હતી. આમ છતાં લોકો લાલચમાં ફસાઈ રહ્યાં છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement