For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જૂનાગઢ ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા 2023-24ની તૈયારીઓ શરૂ

11:37 AM Dec 04, 2023 IST | Sejal barot
જૂનાગઢ ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા 2023 24ની તૈયારીઓ શરૂ

જૂનાગઢ અખિલ ભારત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા-2023-24 તથા અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા 2023-24ની પૂર્વ તૈયારીઓ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શરૂૂ કરી દેવામાં આવી છે. આ સંદર્ભે કલેકટર અનિલ રાણાવસિયાના અધ્યક્ષ સ્થાને સંબંધિત અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી.
જિલ્લા કલેકટર કચેરી ખાતે મળેલી આ બેઠકમાં કલેકટરએ વધતા જતા હૃદય રોગ બનાવોને ધ્યાનમાં રાખી વધારાની હેલ્થ ટીમ ઉપલબ્ધ રાખવા માટે સૂચના આપી હતી. સાથે જ ગિરનાર સ્પર્ધા સાથે સંકળાયેલાઓને ઈઙછની તાલીમ આપવા માટે પણ જણાવ્યું હતું. જેથી ઇમરજન્સીની સ્થિતિમાં સ્પર્ધકોને મદદ આપી શકાય.ઉપરાંત ગિરનાર સ્પર્ધા માટે સ્પર્ધકોને અગવડતા ન થાય તે માટે સાફ-સફાઈ, જરૂૂરી મરામત કાર્ય અને જાડી જાખરા દૂર કરવા માટે પણ સૂચના આપી હતી.
ખાસ કરીને સ્પર્ધકોની સલામતી જળવાઈ રહે તે માટે જરૂૂરી તકેદારી લેવા સૂચનાઓ આપવામાં આવી હતી. ઉપરાંત પીવાના પાણી માટેની પણ જરૂૂરી વ્યવસ્થા કરવા માટે નિર્દેશ આપ્યા હતા. આ સ્પર્ધાઓના સફળ આયોજન માટે 8 કમિટીઓની પણ રચના કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા દર વર્ષની જેમ આ વર્ષે જાન્યુઆરી માસના પ્રથમ રવિવારે અને અખિલ ભારત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા ફેબ્રુઆરી માસના પ્રથમ રવિવારે યોજાશે.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી મિરાંત પરીખ, જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા, નાયબ વન સંરક્ષક પ્રશાંત તોમર, ડેપ્યુટી કમિશનર ઝાંપડા, યુવા વિકાસ અધિકારી નીતાબેન વાળા સહિતના સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement