For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

દ્વારકા જિલ્લામાં 1.62 લાખ હેક્ટર જમીનમાં શિયાળુ પાકનું વાવેતર

11:59 AM Dec 25, 2023 IST | Sejal barot
દ્વારકા જિલ્લામાં 1 62 લાખ હેક્ટર જમીનમાં શિયાળુ પાકનું વાવેતર

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મુખ્ય વ્યવસાય ખેતીને લગત છે અને અહીં ખેતીના પાકના વિવિધ પ્રકારના વાવેતર કરવામાં આવે છે. સાનુકૂળ વરસાદ અને પરિસ્થિતિ વચ્ચે ખેડૂતો ત્રણ મોસમનો પાક લ્યે છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 70 ટકા લોકો ખેત વ્યવસાય સાથે સંકળાયેલા છે. આ જિલ્લામાં રવિ પાકનું વાવેતર જિલ્લાની કુલ ખેતીલાયક જમીનના 65.87 ટકા થયું છે. હાલ 1.62 લાખ હેક્ટર જમીનમાં શિયાળુ પાકનું વાવેતર કરવામાં આવ્યું છે.
આ વર્ષે જિલ્લાના અનેક વિસ્તારોમાં પાછોતરો વરસાદ ખેંચાઈ ગયો છે. જેથી અનેક ખેડૂતોના ખેતરમાં પાણીની માત્રા ઘટી જવા પામી છે. આ પરિસ્થિતિમાં ઓછા પાણીની જરૂૂરત વાળા અને ગત વર્ષે રેકોર્ડ રૂૂપ ભાવ પ્રાપ્ત કરી ચૂકેલા જીરૂૂનું વાવેતર અહીં સૌથી વધુ થયું છે. મળતી માહિતી મુજબ કુલ 1.62 લાખ પૈકી 1.10 લાખ હેક્ટર જમીનમાં જીરૂૂનું વાવેતર કરવામાં આવ્યું છે. જ્યારે ચણાનું વાવેતર 19 હજાર હેક્ટરમાં તથા 14 હજાર હેક્ટરમાં ધાણા વાવવામાં આવ્યા છે. જિલ્લામાં સૌથી ઓછું વાવેતર ઘઉંનું 5 હજાર હેક્ટરમાં થયું છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના સૌથી વધુ વાવેતર કલ્યાણપુરમાં થયું છે. જ્યારે બીજા ક્રમે ખંભાળિયા તાલુકો અને ત્રીજા ક્રમે ભાણવડ તાલુકા આવે છે. સૌથી ઓછું વાવેતર વિશાળ દરિયા કિનારો ધરાવતા દ્વારકા વિસ્તારમાં થાય છે.
જો કે ખેડૂતોને સિંચાઈની સગવડો મળતી મળી રહેતી હોવાથી તેમજ અહીંના ખેડૂતો જાતે પિયત અને સિંચાઈ મંડળીઓની મદદથી જરૂૂર પડ્યે ડેમમાંથી પાણી મેળવીને પિયત કરતા હોવાથી સિંચાઈના લાભ જ્યાં વધુ મળે છે, ત્યાં વધુ વાવેતર થતું જોવા મળે છે. હાલની પરિસ્થિતિમાં જિલ્લાના અનેક વિસ્તારમાં ખેડૂતો માટે બાર આની વર્ષ માનવામાં આવે છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement