રાજુલાના હિંડોરણા રોડ પરના પેટ્રોલ પંપ પર સીએનજી સિલિન્ડરની ગાડીમાં લિકેજથી અફરાતફરી
રાજુલાના હિંડોરણા રોડ પર આવેલ ભારત પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ ડીઝલ અને સીએનજી ,ગેસ નું વેચાણ કરવામાં આવે છે આ પંપ ઉપર સીએનજી ભરેલી ગાડી અચાનક જ લીકેજ થતા આ વિસ્તારમાં અફડા તફડી નો માહોલો સર્જાયેલ આ રોડ મુખ્ય રોડ હોય ત્યારે વાહનોની અવરજવર પણ ખુબ જ વધુ હોય છે ત્યારે આ ગેસ લીકેજ થતાં પેટ્રોલ પંપ વાળા તરફથી પોલીસ કે ફાયર ની કોઈપણ જાતની જાણ કરવા માં આવેલ ન હતી કોઈપણને જાણ શા માટે કરવામાંના આવી ? ત્યારે આ ગાડીના ડ્રાઇવર અને પંપના માણસો દ્વારા આ ગાડીના વાલ બંધ કરવા મહેનત ચાલુ કરેલ ત્યારે ભારે જહેમત બાદ આ ગાડી ના ટાંકી ના વાલ બંધ કરતા આ ગેસ બંધ થવા પામેલો ત્યારે જો આ ગેસ બંધ ન થયો હોત અને કોઈ દુર્ઘટના સર્જાયત હોત તો જવાબદારી કોની શા માટે ફાયર ને જાણ ના કરી ?
સી.એન.જી તરફથી આ ગેસનું પરિવહન જે કરવામાં આવે છે એ ગાડીઓને આર.ટી.ઓ.માં ફિટનેસ લેવામાં આવે છે કે કેમ તે પણ તપાસનો વિષય હોવાનું જાણકારો કહે છે. જો કોઈ ધટના બને તો આ પંપ પર આગ બુઝાવવા માટે ની કોઈ સુવિધા કરવામાં આવેલ છે કે કેમ ?
જો આ વાહન નો ગેસ ચાલુ રસ્તે લીકેજ થયો હોત તો ? જ્યાં આ ગેસ લીકેજ થયો ત્યાં પણ પેટ્રોલ પંપ છે અને તેની બાજુમાં પણ બીજો પંપ છે તો કેવી ધટના બને ? આવી બાબતો માં જવાબદાર કોણ ? જો સી.એન.જી ફોર વ્હીલ ગાડી માં ગેસ નું પાસિંગ ના હોય તો પંપવાળા તરફથી ગેસ પૂરી આપવામાં આવતો નથી તો આવા સમયે આ ગેસનું વાહન છે તેનું પાસિંગ થયું છે કે કેમ તે બાબતે પણ લોકોમાં ચર્ચા જાગી છે.