બાબરામાં તરુણી પર દુષ્કર્મ ગુજારી નરાધમે ઝેરી દવા પીવડાવી દીધી
બાબરાના કોટડાપીઠામાં તરૂૂણી ઉપર એક શખસે દુષ્કર્મ ગુજારી તરૂૂણીને બળજબરીથી ઝેરી દવા પીવડાવી આરોપી શખસ નાસી છુટયો હતો. તરૂૂણીને સારવાર માટે દવાખાને ખસેડવામા આવી છે.
બાબરા તાલુકાના કોટડાપીઠા ગામની સીમમાં રહેતા પરિવારની સગીર પુત્રીના માતા પિતા ગઇ તા-17/11 ના રોજ ખેતરમાં જીરૂૂનું વાવેતર કરેલ હોય ત્યાં ખેતીકામ કરતા હોય અને આ પરિવારની બે દીકરીઓ પોતાની રૂૂમે હોય ત્યારે બપોરના તેમની મોટી દિકરીને દાંતમાં દુ:ખાવો થતો હોય, જેથી તે બે બહેનો વાડીના શેઢે આંકડાનુ ચીરૂૂ લેવા માટે ગયેલ હતા.ત્યાંથી બંને બહેનો ખેતરે પરત આવતી હતી.ત્યારે રસ્તામાં કપાસમાં આરોપી ઠાકુર કહારૂૂ ડાવર બેઠો હતો તેણે નાની બહેન ઉપર
પથ્થરના ઘા કરી તેણીને ત્યાંથી ભગાડી દીધી હતી. અને બીજી મોટી દીકરીને આરોપી તેની સાથે લઇ ગયો હતો.તે વાતની જાણ તરુણીના માતા પિતાને થતાં તેઓ દોડીને ત્યાં જતા હતા ત્યારે તેમના ખેતરે ઓરડી પાસે તેમની દિકરી બેભાન જેવી હાલતમાં પડી હોય,જેથી તેણીને પ્રથમ જસદણ સરકારી દવાખાને સારવારમાં લઇ ગયેલ ત્યાં ડોક્ટરે પ્રાથમીક સારવાર આપી વધુ સારવારમાં રાજકોટ જવાનું કહેતા ગોંડલ હોસ્પીટલમાં સારવારમાં લઈ જઈ દાખલ કરેલ અને ડોક્ટરે જણાવેલ કે તેણીને ઝેરી દવાની અસર છે અને 13-14 દિવસ સારવાર આપ્યા બાદ સંપુર્ણ ભાનમાં આવી હતી.
તેણીને દવા પીવાના કારણ બાબતે પુછતા જણાવેલ કે, તેણી એ આરોપી ઠાકુર કહારૂૂ ડાવર કપાસમાં બેઠેલ હોય અને તેમણે મારી સાથે શરીર સુખ માણવાના ઈરાદેથી તેણીની બેન ઉપર પથ્થરના ઘા કરી તેમને ડરાવી ધમકાવી મોકલી દીધી હતી અને મને પકડીને બળજબરી પુર્વક શરીર સબંધ બાંધી દુષ્કર્મ આચરતા જેથી તે રડવા લાગેલ અને તેને કહેલ કે હું મારા માતા-પીતાને આ બધુ કહી દઈશ જેથી આરોપી ઠાકુર કહરૂૂ ડાવર પાસે ઝેરી દવાની બોટલ હોય તેમણે જબરદસ્તી ઝેરી દવા મારા મોઢામાં નાખી ઝેરી દવા પીવડાવી દીધી હતી.ઠાકુર ડાવર ત્યાંથી ભાગી ગયો હતો અને હું ઓબકા કરતી કરતી ચાલીને ખેતરે આવતી રહી હતી.બાદ મને ઝેરી દવાની અસર થતા હું બેભાન થઈ ગઈ હતી.આ બનાવ અંગે ભોગ બનનાર તરૂૂણીના પિતાએ બાબરા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.