For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

હળવદ કોર્ટ મુદતે આવેલા બે ભાઇઓ પર ખૂની હુમલો: ફાયરિંગનો પ્રયાસ

11:37 AM Dec 27, 2023 IST | Sejal barot
હળવદ કોર્ટ મુદતે આવેલા બે ભાઇઓ પર ખૂની હુમલો  ફાયરિંગનો પ્રયાસ

હળવદમાં કોર્ટ પરિસર બહાર મામલતદાર ઓફિસ નજીક બે પક્ષો વચ્ચે જુના મનદુ:ખને બબાલની ઘટના સામે આવી છે બે લોકો કોર્ટમાં મુદ્દત પુર્ણ કરીને બહાર નીકળ્યા ત્યારે તેમના પર 2 લોકોએ તિક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હતો તો સાથે જ ફાયરિંગનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો જોકે ફાયરિંગનો પ્રયાસ નિષ્ફળ ગયો હતો.
હળવદના દેવળીયા ગામના બે પક્ષો વચ્ચે માથાકુટ થઈ હતી જેમાં પ્રદ્યુમનસિહ દશરથસિહ પરમાર અને પંકજસિહ દશરથસિહ પરમાર કોર્ટમાંથી મુદત પૂર્ણ કરી પોતાના બાઈક પર સવાર થઈને બહાર નીકળતા હતા. એ સમયે ત્યાં કાર ધસી આવી હતી બાઈક પર કાર ચડાવી દેવાનો પ્રયાસ કર્યો હતો જોકે આ ઘટનામાં નિષ્ફળ નિવડતા અજાણ્યા શખ્સો પાસે રહેલી બંદૂકમાથી ફાયરિંગ કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ ફાયરિંગ કરે તે પહેલાં આરોપીઓના હાથમાંથી બંદૂક પડાવી લેતાં આરોપીઓએ તેમની પાસે રહેલી છરી જેવા તિક્ષ્ણ હથિયારના ઘા કર્યો હતો.
ઈજાગ્રસ્ત થયેલા પ્રદ્યુમનસિહ અને પંકજસિહ પર જીવલેણ હુમલો થતાં બન્ને જીવ બચાવવા અલગ અલગ દીશામાં ભાગવાનો પ્રયત્ન હાથ કર્યો હતો જેમાં પ્રદ્યુમનસિહ કોર્ટમાં ઉપરનાં માળે જીવ બચાવવા દોડી ગયા હતા જ્યારે બન્ને ઈજાગ્રસ્તને એમ્બ્યુલન્સ મારફતે હળવદની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા અને ત્યાર બાદ વધુ સારવાર માટે સુરેન્દ્રનગર ખાતે ખસેડવામાં આવ્યા છે.
સમગ્ર બનાવમાં વાત કરીએ તો ઈજાગ્રસ્ત ગુનાહિત ઈતિહાસ ધરાવે છે ત્યારે હાલમાં હળવદ કોર્ટ પરીસર બહાર જીવલેણ હુમલો થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે અને હાલ તો પોલીસ ફરીયાદ લેવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે જોકે પોલીસ ફરીયાદ બાદ જ સમગ્ર ઘટના પરથી પડદો ઉચકાશે.
મળતી માહિતી મુજબ મૂળ હળવદ તાલુકાના નવા દેવળીયા ગામે રહેતા અને હાલ જામનગર ગોકુલનગર સાયોના શેરી નં -02 નાગજીભાઈ સુરેશભાઈ ધારવીયાના મકાનમાં રહેતા પ્રદ્યુમનસિંહ દશરથસિંહ ઉર્ફે દશુભા પરમાર (ઉ.વ.27) એ આરોપી રાજેશભાઈ ઉર્ફે મુન્નાભાઈ મનજીભાઈ ભોરણીયા તથા પ્રેમ ઉર્ફે કાનો રાજેશભાઈ ઉર્ફે મુન્નાભાઈ ભોરણીયા રહે બંને. જુના દેવળીયા તા. હળવદવાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.26-12-2023 ના રોજ ફરીયાદીએ આરોપી રાજેશભાઈ ઉર્ફે મુન્નાભાઈની દીકરી તુલસી સાથે પ્રેમલગ્ન કરેલ હોય તેનાથી નારાજ થઈ પ્રેમ લગ્ન બાબતની અદાવત રાખીને ફરીયાદી તથા ઈજા પામનાર પંકજસિંહ દશરથસિંહ પરમાર તથા અન્ય સાહેદ હળવદ કોર્ટ મુદત પૂરી કરી મોટરસાયકલ લઈ જતાં હતા ત્યારે બન્ને આરોપીઓએ જાનથી મારી નાખવાના ઈરાદે છરી વડે હુમલો કરેલ જેમાં આરોપી રાજેશભાઈ ઉર્ફે મુન્નાભાઈએ ફરીયાદીને ડાબી બાજુ પેટના પડખામાં છરીના બે ઘા તથા આરોપી પ્રેમ ઉર્ફે કાના એ છરીનો પીઠના ભાગે એક ઘા મારી ગંભીર ઈજાઓ કરી તેમજ ફરીયાદીના ભાઈ પંકજસિહ દશરથસિહ પરમારને પણ પેટના ભાગે તથા શરીરે બંને જણાએ છરીના ઘા મારી ગંભીર ઈજાઓ કરેલ અને આરોપી રાજેશભાઈએ ફરીયાદીને જાનથી મારી નાખવાના ઈરાદે પિસ્તોલ બતાવી ફાયરીગ કરવાનો પ્રયત્ન કરતા જે ફરીયાદીએ ઝૂટવી લેતા બન્ને આરોપીઓ સ્થળ પરથી નાશી ગયા હતા.
આ બનાવ અંગે ભોગ બનનાર પ્રદ્યુમનસિંહ એ આરોપીઓ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ઇ.પી.કો કલમ-307,114 તથા આર્મ એક્ટ કલમ 25(1-બી) (એ),27,29તથા જી.પી.એક્ટ કલમ 135 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement