રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ખંભાળિયા નજીક મારુતિવાનની અડફેટે ચડેલા બાઈકચાલકનું મૃત્યુ

11:27 AM Dec 04, 2023 IST | Sejal barot
Advertisement

ખંભાળિયા તાલુકાના બેહ ગામે રહેતા મહેશ નારુભાઈ હરગાણી નામના 28 વર્ષના ગઢવી યુવાન ગઈકાલે રવિવારે સવારે આશરે 10:30 વાગ્યાના સમયે પોતાના જી.જે. 37 એચ 5262 નંબરના મોટરસાયકલ પર બેસીને ખંભાળિયાથી બેહ ગમે જઈ રહ્યા હતા, ત્યારે આ માર્ગ પર પુરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા જી.જે. 14 ઈ. 5912 નંબરના મારુતિ વેનના ચાલકે મહેશ હરગાણીના મોટરસાયકલ સાથે ધડાકાભેર અકસ્માત સર્જ્યો હતો.
આ જીવલેણ ટક્કરમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત મહેશ ગઢવીનું ઘટના સ્થળે જ કરુણ મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના મોટાભાઈ દેશુરભાઈ નારુભાઈ હરગાણી (ઉ.વ. 42, રહે. બેહ)ની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસે મારુતિ વેનના ચાલક સામે આઈ.પી.સી. કલમ 279, 304 (અ) તથા એમ.વી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. વી.બી. પિઠીયા દ્વારા હાથ ધરવામાં આવી છે.
બાઈક અડફેટે
ખંભાળિયામાં રેલ્વે સ્ટેશન રોડ વિસ્તારમાં રહેતા જાવેદભાઈ હાસમભાઈ ઘાવડા નામના 39 વર્ષના યુવાન શનિવારે સાંજના સમયે ખંભાળિયા - જામનગર હાઈવે પર અત્રેથી આશરે 13 કિલોમીટર દૂર કજૂરડા ગામના પાટિયા પાસેથી રોડ ક્રોસ કરી રહ્યા હતા, ત્યારે આ માર્ગ પરથી પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા જી.જે. 37 એફ 9654 નંબરના એક મોટરસાયકલના ચાલકે જાવેદભાઈ ઘાવડાને અડફેટે લેતા તેમને ફ્રેકચર સહિતની નાની-મોટી ઇજાઓ સાથે સ્થાનિક હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. આ સમગ્ર બનાવ અંગે ખંભાળિયા પોલીસે બાઈક સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ એ.એસ.આઈ. જે.પી. જાડેજા દ્વારા હાથ ધરવામાં આવી છે.

Advertisement

Tags :
KhambhaliyaMotorcyclist dies after hitting Marutivannear
Advertisement
Next Article
Advertisement